સે.-૨૯માં ૮૭ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૨૮૦ આવાસોનું લોકાર્પણ

641
gandhi1042018-7.jpg

રાજયના કર્મયોગીઓને અધતન સુવિધાવાળા મકાનો આપવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા પાટનગર ખાતે વિવિધ સેકટરોમાં અલગ અલગ કેટેગરીના મકાન બનાવવામાં આવી રહ્યાં છે. આજરોજ ગાંધીનગરના સેકટર- ૨૯માં રૂપિયા ૮૭ લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવેલા બી- ટાઇપના ૨૮૦ આવાસોનું લોકાર્પણ રાજયના નાયબ મુખ્ય મંત્રી નિતીનભાઇ પટેલના હસ્તે કરાયું હતું. બી – ટાઇપના આવાસોનું નામ વંદે માતરમૂ પાર્ક રાખવામાં આવ્યું છે. 
આ પ્રસંગે રાજયના નાયબ મુખ્ય મંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજય સરકારના કર્મચારીઓના પરિવારોને અધત્તન સુવિધાવાળા મકાન મળી રહે તે માટે સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા પાટનગરમાં રૂપિયા ૪૭૦ કરોડના ખર્ચે વિવિધ આવાસો બનાવશે. ગાંધીનગરના સેકટર-૭માં સી- કક્ષાના ૨૮૦ મકાનો તૈયાર કરીને લોકાર્પણ કરવામાં આવ્યા છે. 
આગામી ટુંક સમયમાં બાકી ૫૬ આવાસોનું કામ પૂર્ણ કરી કર્મયોગીઓને સોપવામાં આવશે. તે ઉપરાંત આજે સેકટર-૨૯માં નિર્માણ કરવામાં આવેલા વંદે માતરમૂ પાર્કમાં કુલ- ૪૪૮ આવાસોનું નિર્માણ કરવાનું આયોજન છે. જેમાંથી આજે ૨૮૦ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. બાકીના ૧૬૮ આવાસોનું કામ પણ એક માસમાં પૂર્ણ કરવામાં આવનાર છે. તેની સાથે સેકટર- ૩૦માં બી કક્ષાના ૩૩૬ આવાસોનું કામ પ્રગતિ હેઠળ છે. 
સરકાર દ્વારા વર્ષ- ૨૦૧૭-૧૮ના બજેટમાં વિવિધ સેકટરોમાં સી કક્ષાના ૨૮૦ આવાસો તથા બી કક્ષાના ૨૮૦ આવાસોની મંજૂરી આપવામાં આવી છે. તે ઉપરાંત ચાલુ વર્ષના નાણાંકીય બજેટમાં ચ – કક્ષાના ૨૮૦ આવાસોનું નિર્માણ કરવાનું સુચારું આયોજન કરવામાં આવ્યું છે. આમ ગાંધીનગરમાં વિવિધ કક્ષાના ૭૨૮ આવાસોના કામ પૂર્ણ કરવામાં આવ્યા છે. ૩૯૨ આવાસાનો કામ પ્રગતિ હેઠળ છે. ૫૬૦ આવાસોના કામ ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે. ૨૮૦ મકાનોના કામ મંજૂર કરવામાં આવ્યા છે.
વંદે માતરમૂ પાર્કમાં તૈયાર થયેલા આવાસો હવા- ઉજાસ યુક્ત, પાર્કિગ, ગાર્ડન, વૃધ્ધો તથા બાળકો માટેના સાધનો- બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. વંદે માતરમૂ પાર્કના દરેક મકાનમાં ડ્રોઇગ રૂમ, બેડ રૂમ, સ્ટડી રૂમ, કીચન, બાથરૂમ, ટોઇલેટ, વોશ એરિયા અને બાલ્કનીનો સમાવેશ થાય છે. દરેક બ્લોકમાં બે લીફટની જોગવાઇ કરવામાં આવી છે. તે ઉપરાંત પાર્કમાં ૬૯ મીટર પહોળાઇના આંતરિક સી.સી. રોડ, પાર્કિગ, કોમન પ્લોટ વીથ ગાર્ડન, અન્ડર ગ્રાઉન્ડ સમ્પ, પાણીનો બોર, રેઇન વોટર હાર્વેસ્ટીંગ, ફાયર ફાઇટીંગ સિસ્ટમ, ભૂકંપ પ્રતિરોધક આર.સી.સી.ફ્રેમ સ્ટ્રકચર છે.
રાજયના નાયબ મુખ્ય મંત્રી નિતીનભાઇ પટેલે પાર્કનું લોકાપર્ણ કર્યાબાદ એક મકાનની મુલાકાત લઇ વિવિધ સુવિધાઓ તથા મકાનનું બારીકાઇથી નિરીક્ષણ કર્યું હતું. તેમજ મકાન મેળવનાર પાંચ કર્મયોગીઓને મકાનની ચાવી પણ નાયબ મુખ્ય મંત્રીશ્રીના હસ્તે અર્પણ કરવામાં આવી હતી. માર્ગ અને મકાન વિભાગના સચિવ વસાવાએ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. આાભારવિધી અધિક્ષક ઇજનેર એમ.આઇ. પટેલે કરી હતી.
    આ પ્રસંગે ગાંધીનગરના ધારાસભ્ય સી.જે.ચાવડા, ગાંધીનગરના પૂર્વ ધારાસભ્ય અશોકભાઇ પટેલસહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleબનાસકાંઠાઃ જમીન સંપાદન મામલે ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ
Next articleમાળનાથ ગ્રુપ દ્વારા પાણીના કુંડાનું વિતરણ