કરદેજ નજીક બંધ ટ્રકમાં આગ ભભૂકી

1111
bvn1842018-7.jpg

ભાવનગર-અમદાવાદ રોડ પર આવેલ કરદેજ ગામ નજીકની હોટલ પાસે પાર્ક કરેલ ટ્રકમાં અચાનક આગનો બનાવ બનતા ફાયર સ્ટાફ દોડી જઈ આગને ઓલવી નાખી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, કરદેજ ગામ નજીક આવેલ હોટલ મનપસંદ પાસે પાર્ક કરેલા નીશા અડલીયા (રે.ગુડગાવ, હરીયાણા)ની માલિકીના ટ્રકમાં વહેલી સવારે આગનો બનાવ બનતાં ટ્રક ડ્રાઈવર સાકીરભાઈએ ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયર સ્ટાફ દોડી જઈ પાણીનો છટકાવ કરી આગને બુજાવી દીધી હતી.

Previous articleદડવા ગામે દલીત સમાજના બે જુથ વચ્ચે મારામારી સર્જાઈ
Next articleસોનગઢમાં બાહુબલીની વિરાટ મૂર્તિ સ્થપાશે