મજાદર ગામે મંદિરનો ચોથો પાટોત્સવ ઉજવાયો

891
guj1452017-5.jpg

રાજુલા તાલુકાના મજાદર ગામે આવેલ સોનલ માતાના મંદિરનો વાર્ષિક પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ્રખ્યાત લોક કવિ કાગબાપુની કર્મ-જન્મભુમિ મજાદર ગામે સોનલ યુવક મિત્ર મંડળ દ્વારા નાગલનેસના જાગતિજ્યોત મનુમાના સાનિધ્યમાં ચોથો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો હતો. જેમાં પ્રાતઃ સમયે માતાજીની આરતી-પૂજા, સાંજે માતાનું સામૈયુ તથા તેજસ્વી વ્યક્તિઓનું સન્માન અને પ્રસાદ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ચારણ-ગઢવી સમાજના અગ્રણીઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા તેમજ રાત્રે યોજાયેલ રંગ કસુંબલ ડાયરામાં લોકગાયીકા મિતલબેન ગઢવી તથા સાથી કલાકારોએ દુહા, છંદ, લોકસાહિત્યની સરવાણી થકી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.   

Previous articleલુણસાપુર ગામે PGVCLન્ની બેદરકારી સામે લોકરોષ
Next articleમજાદર ગામે મંદિરનો ચોથો પાટોત્સવ ઉજવાયો