પાલીતાણાના પીપરડી ગામે પતિ-પત્નીએ ફાંસો ખાઈ જીવાદોરી ટુંકાવી

1313
bvn252018-8.jpg

પાલીતાણાના પીપરડી-૧ ગામે રહેતા એક દંપતિએ તેના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે.
સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, પાલીતાણા તાલુકાના પીપરડી-૧ ગામે રહેતા અને હીરા ઘસી જીવનનિર્વાહ ચલાવતા રત્નકલાકાર અજય અશોકભાઈ વાઘેલા ઉ.વ.રર તથા તેમના પત્ની રંજનબેન ઉ.વ.ર૦એ કોઈ અકળ કારણોસર તેમના ઘરે છતના હુક સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઈ જીવતરનો અંત આણ્યો હતો. આ દંપતિ હજુ ત્રણ માસ પૂર્વે જ લગ્નગ્રંથીથી જાડાયું હતું. માત્ર ૩ માસના સંસાર જીવનમાં એવું તે શું બન્યું કે અકાળે આવું પગલું ભર્યુ..! આ ઘટનાને પગલે શ્રમજીવી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ અંગે પાલીતાણા રૂરલ પોલીસે પરિવારોના નિવેદનો નોંધી તપાસ હાથ ધરી છે.

Previous articleબાડી ગામે જીપીસીએલનું ખોદકામ બંધ કરાવતા ખેડૂતો
Next articleતળાજાના પાવઠી ગામે રહેણાંકી મકાનમાં મોડીરાત્રે લાગેલી આગ ઃ માતા-પુત્રના મોત