ગાંધીનગરમાં રહેતાં રાજપુત સમાજ શહેરના તથા જિલ્લાના કુટુંબ તથા કચ્છ કાઠીયાવાડ રાજપુત સમાજ અને મહિલા રાજપુત સંગઠનનો સત્કાર સમારંભ અને સ્નેહ મિલન કાર્યક્રમ સે. – ૧ર રાજપુત ભવન ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં રાજપુત અગ્રણીઓ શંકરસિંહ રાણા, વિક્રમસિંહ ગોલ, સહિત અનેક મહાનુભાવોએ ઉપસ્થિત રહી માર્ગદર્શન પુરુ પાડયું હતુ અને સમાજના મહત્વના પ્રશ્નોની ચર્ચા દ્વારા સમાજને લાભ આપવા માટે મંથન કરવામાં આવ્યું હતું.



















