રાજયમાં વિધાનસભાની આગામી માસમા યોજાનારી સામાન્ય ચૂંટણીને લઈને માહોલ ગરમાયો છે આ પરિસ્થિતિમાં વાવ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન દ્વારા ભાજપના વાવ બેઠકના ઉમેદવાર અને આરોગ્ય મંત્રી શંકર ચૌધરીની બોગસ ડીગ્રી મામલે ચૂંટણીપંચને પત્ર લખી ફોર્મ રદ કરવા માંગણી કરતા શંકર ચૌધરીની ડીગ્રીનો મામલો ફરી એક વખત ગરમાયો છે.જો કે આ મુદ્દો હાલ કોર્ટમાં હોઈ ચૂંટણીપંચ દ્વારા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેનની રજુઆતને ધ્યાનમાં લેવામા આવી ન હતી. આ અંગે મળતી માહિતી અનુસાર,વાવ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર દ્વારા ભાજપના ઉમેદવાર શંકર ચૌધરી બોગસ ડીગ્રી ધરાવતા હોઈ આ મામલે તપાસ કરી તેમનુ ઉમેદવારીપત્ર રદ કરવાની લેખિત માંગણી ચૂંટણીપંચને કરતા ફરી એક વખત શંકર ચૌધરીની બોગસ ડીગ્રીનો વિવાદ સામે આવવા પામ્યો હતો.પરંતુ હાલ આ મામલો કોર્ટમા હોઈ પંચે તેમની રજુઆત ગ્રાહ્ય રાખી ન હતી.આ તરફ અમદાવાદની દરિયાપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદીન શેખની શૈક્ષણિક લાયકાત સામે અપક્ષ ઉમેદવાર રાજુ મોમીન દ્વારા ચૂંટણીપંચ સમક્ષ તપાસની માગણી કરવામા આવી છે.જેમા તેમણે કોંગ્રેસના ઉમેદવાર ધોરણ-૧૦ પાસ ન હોવા છતાં તેમણે એફીડેવીટમા આમ દર્શાવ્યુ છે.તેમણે વર્ષ-૨૦૧૨ની એફીડેવીટ પણ જોઈ લેવા પંચ સમક્ષ રજુઆત કરી છે.



















![યુવાનની હત્યા કરવાના ગુન્હામાં વધુ એકને આજીવન કેદની સજા bhav31-1-2018-7].jpg](https://www.loksansar.in/wp-content/uploads/2018/01/bhav31-1-2018-7-100x70.jpg)