સિહોરમાં નવ નિયુક્ત ન.પા.પ્રમુખ દ્વારા સફાઈ ઝુંબેશ શરૂ કરાવાઈ

971
bvn732018-1.jpg

સિહોર નગર પાલિકાના નવા નિમાયેલા પ્રમુખના આદેશ થી નગર પાલિકા વિસ્તારના નવે વોર્ડમાં સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે નરેન્દ્રભાઈ મોદીનું સ્વચ્છ ભારતનું સપનું સાકાર કરવાના દ્રઢ સંકલ્પ સાથે વોર્ડ નંબર એકમાં બપોરે થી સફાઈ કામદારોના ધાડા ઉતારી દેવાયા છે સમગ્ર વિસ્તારમાં પુર જોશમાં સફાઈ અભિયાન શરૂ કરાયું છે સાથે સાથે વિસ્તારોમાં જે પણ તકલીફ હોઈ તે વિભાગને તુરંત જાણ કરવા પણ આદેશ કરાયા છે સિહોર નગરપાલિકા ના નવનિયુક્ત પ્રમુખ દીપ્તિબહેન એ ચાર્જ સાંભળતા જ શહેરની સમસ્યાઓ અને પ્રશ્નોના નિરાકરણ માટેના તમામ વિભાગોને આદેશ કરી દીધી છે. સિહોરમાં પાણી અને ગંદકી એ બે સમસ્યા માથાના દુઃખાવા સમાન આજ સુધી રહ્યા છે. જ્યારે નવનિયુક્ત પ્રમુખ દ્વારા અને અહીંથી ચૂંટાયેલા વિક્રમભાઈ અને અશોકભાઈ ની હાજરીમાં બપોરથી સિહોરના નવે વોર્ડ ઉપર તમામ સફાઈ કર્મચારીઓના મોટા કાફલા સાથે વોર્ડના ચૂંટાયેલા સભ્યોને સાથે રાખી પોતાની નજર હેઠળ જ સફાઈ ઝુંબેશ શરૂ કરવામા આવી છે ત્યારે સિહોરમાં આમ જોઈએ તો આ એવી પ્રથમ આશ્ચર્યજનક ઘટના હશે કે પ્રમુખ પોતે ભર તડકે હાજર રહીને નવે વોર્ડમાં સફાઈ ઝુંબેશ કરાવી છે અને દરેક વોર્ડ અને ખાચા ગલીઓમાં પ્રમુખ અને ચૂંટાયેલા સભ્યો હાજર રહેશે ત્યારે અહીં સેનિટેશન વિભાગના આંનદ રાણા, ભરત ગઢવી, જીતુભાઈ છાટબાર સહિતનાં નગર પાલિકા વિભાગના કર્મચારીઓ જોડાયા હતા.

Previous articleલોક વિજ્ઞાન કેન્દ્ર ભાવનગર દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી
Next articleઆભડછેટની ઘટનાઓને રાજ્ય સરકારે ગંભીરતાથી લીધી છે : વિજયભાઇ રૂપાણી