ક્રેસન્ટ સર્કલ નજીક ટ્રક અને બાઈકનો અકસ્માત : ૧ને ઈજા

631
bvn2532018-14.jpg

શહેરના ક્રેસન્ટ સર્કલ નજીક સવારના સમયે ટ્રક અને બાઈકનો ધડાકાભેર અકસ્માત સર્જાતા બાઈક ચાલક યુવાનને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે સર.ટી. હોસ્પિટલ ખસેડાયો છે.
પ્રાપ્ત વિગત મુજબ શહેરના તિલકનગર દે.પુ.વાસમાં રહેતા પ્રભુભાઈ રસીકભાઈ પટેલ સવારના સમયે પોતાનું મોટર સાયકલ નં.જી.જે.૪ એમ ૭૭પ૪ લઈ ક્રેસન્ટ સર્કલ પાસેથી પસાર થતા હતા તે વેળાએ સામેથી પુરપાટ ઝડપે આવી રહેલ ટ્રક નં.જી.જે.૦૪ એ.ટી. ૮૦પ૩ના ચાલકે અડફેટે લેતા બાઈક સવાર પ્રભુભાઈને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. 
બનાવ અંગે ઘોઘા રોડ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

Previous articleઅનિડા ગામે શ્રધ્ધાંજલી ડાયરો
Next articleભાવનગર શહેર-જિલ્લામાં રામનવમી પર્વની ભવ્ય ઉજવણી