બાળાઓ ઉપર થયેલા દુષ્કર્મીઓને ફાંસીની સજા આપવાની માંગ સાથે દેશભરમાં આવેદનો અપાઈ રહ્યાં છે ત્યારે કોંગ્રેસ માયનોરીટી સેલ દ્વારા આજે કુંભારવાડા સર્કલમાં કેન્ડલ માર્ચ યોજાઈ હતી અને બાળાને શ્રધ્ધાંજલી અપાઈ હતી. આ કાર્યક્રમમાં ઈમરાન શેખ, લાલભા ગોહિલ, પારૂલબેન ત્રિવેદી સહિત આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.



















