ભાવેણાની કલાપથ સંસ્થાએ અમદાવાદમાં કલાના ઓજસ પાથર્યા

857
bvn2892017-10.jpg

ભાવનગર શહેરની ગૌરવવંતી સંસ્થા કલાપથ સંસ્થાના કલાકારોએ ગઈકાલે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ કાર્યક્રમમાં પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ ‘શક્તિ વંદના’ રજૂ કરી હતી અને શક્તિ વંદનાના આ રાસ મહોત્સવ નૃત્યલીલામાં કલાકારોની પ્રસ્તુતિએ દર્શકોના શ્વાસ થંભાવી દીધા હતા અને મુખ્યમંત્રી સહિતના ઉપસ્થિત મંત્રી મંડળના તમામ સદસ્યો-અગ્રણીઓ વાહ-વાહ પોકારી ગયા હતા. કલાપથ સંસ્થાના કુશલ દિક્ષિત તેમના પત્ની ડો.મૃણાલબેન ભટ્ટ-દિક્ષિત, પ્રો.ચેતનભાઈ ત્રિવેદી, ભૈરવી દિક્ષિત અને મનુભાઈ દિક્ષિત-ડીગાજી સહિતના કલાપથ સંસ્થાની ટીમના ૧૧પ જેટલા કલાકાર ભાઈઓ-બહેનો સહિતના સૌ કોઈને આ જબરદસ્ત રીતે સમગ્ર મહોત્સવ જબરદસ્ત રીતે સફળ રહ્યો હતો. કાર્યક્રમના પ્રેરણાસ્ત્રોત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રહ્યાં હતા અને પરિકલ્પના રાજ્યના સાંસ્કૃતિક મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીની રહી છે. સચિવ વી.પી. પટેલ અને કમિશ્નર એમ.એ. ગાંધીનું માર્ગદર્શન રહ્યું છે. સંશોધન અને લેખન પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યાનું રહ્યું. જ્યારે દિગ્દર્શક ડો.મૃણાલબેન ભટ્ટ-દિક્ષિત તેમજ પંકજ ભટ્ટના સંગીત સાથે સંગીત સહાયક માલા ભટ્ટ, નૃત્યાંકન ભાવિન પટેલ (પનઘટ કલા કેન્દ્ર-ગાંધીનગર)નો સહયોગ રહ્યો તેમજ કલાકારોની જે વેશભુષા હતી તેમાં ગાધીનગર પનઘટ કલા કેન્દ્રના કિંજલ ભાવિન પટેલનો સહયોગ રહ્યો. આ ઉપરાંત તેજસ્વીની કોમ્યુનિકેશનના નાટ્ય દિગ્દર્શક શિલ્પા ઠાકર, હર્ષ ઓઝા, હસમુખ કાછડીયા, સુખદેવભાઈ પંડ્યા, નૈનશ જાની, ચિંતક ત્રિવેદી સહિતનાનો પણ ધ્વનીભુદ્રણ-સ્વરાંકન ગીત રચના દ્રષ્યાંકન સહયોગ રહ્યો.
આ ઉપરાંત પાર્શ્વગાયક તરીકે ભાવનગરની ડો.ભૈરવી દિક્ષિત, ડો.કિર્તી સહાય તેમજ અનુરાધા પૈડવાલ, કરશન સાગદીયા, ગાર્ગી વોરા, સની શાહ, અભિતા પટેલ, જીગ્નેશ કવિરાજ, રાજેશ બારોટ, ભારત બારૈયા, અક્ષય પટેલ, અનંત મેનન સહિતના અગ્રણીઓનો પણ ખુબ જ સહયોગ રહ્યો. નિર્માણ વ્યવસ્થા મનિષ પંડયા, ધર્મવીરસિંહ સરવૈયા, ચંદ્રસિંહ ગોહિલ, મહાવીરસિંહ રાઠોડ, મિલન ત્રિવેદી, ચિરાગ રાઠોડ, અંકિત મકવાણા, મનન દવે, દર્શન પુરોહિત, વિજય શેખ, અંકિત વૈષ્ણવ, અંકિત પટેલ, પાર્થ પટેલ, ગૌરવ રાઠોડ, ભાવિન સોલંકી, ચિરાગ સરવૈયા, આરતી વ્યાસ, જયદિપસિંહ સોલંકી, વિરભદ્રસિંહ સોલંકી, મિલન પટેલ, ચકાભાઈ, અંકિત ત્રિવેદી, રાજપાલ વાઘેલા, વિશાલ ભેડા સહિતનાનો સહયોગ રહ્યો હતો તેમજ ડો.ચેતન ત્રિવેદીનો વિશેષ સહાય રહી ગુજરાત ટુરીઝમ, ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ નવરાત્રિ ફેસ્ટીવલ સોસાયટી અને સંત શ્રધ્ધા એજ્યુકેશન ટ્રસ્ટ પરિવારના સૌ કોઈનો આ કાર્યક્રમમાં જબરદસ્ત સહયોગ રહ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, કલાપથ સંસ્થાની સ્થાપના ભાજપના વરિષ્ઠ અગ્રણી મનુભાઈ દિક્ષિતએ કરી હતી.