વિકટર ગામે સેવાસેતુ કાર્યક્રમમાં ૧પ૭૯ પ્રશ્નોનું નિરાકરણ કરાયું

795
guj6102017-5.jpg

રાજુલા તાલુકાના વિકટર ગામે ત્રીજા તબકકાનો સેવાસેતુ કાર્યક્રમ મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરીના સંયુકત ઉપક્રમે ચૌહાણભાઈના અધ્યક્ષ સ્થાને યોજાયો જેમાં સ્થળ પર આજુબાજુના ૧૧ ગામોના ૧પ૭૯ પ્રશ્નો હલ કરાયા.
રાજુલા તાલુકાના વિકટર ગામે ત્રીજા તબકકાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો જે મામલતદાર કચેરીના ચૌહાણભાઈ ચૂંટણીકાર્ડ વિભાગના અધિકારીની અધ્યક્ષામાં ૧૧ ગામોના સ્થળ પર ૧પ૭૯ પ્રશ્નોનું નિરાકરણ કરાયું સાથે તાલુકા પંચાયત કચેરી  તેમજ મામલતદાર કચેરીના તમામ અધિકારીઓ તેમજ તાલુકા વિકાસ અધિકારી એન.પી. ત્રિવેદી તેમજ તાલુકા કચેરીનો પણ તમામ સ્ટાફ હાજર રહેલ સ્થાનિક આગેવાનો આતાભાઈ વાઘ, આર.ટી.આઈ એકટીવીસ્ટ જિલ્લા ઉપપ્રમુખને મા અમૃતમ કાર્ડ મામલતદાર કચેરીના ચૌહાન્ણ વિતરણની શરૂઆત કરી આજુબાજુના ૧૦ ગામો જેવા કે કથીવદર, વીસળીયા, સાંજણાવાવ, રાભડા, મજાદર, દાતરડી, ખેરા, પટવા, સમઢીયાળા અને ચાંચ આમ કુલ અગીયાર ગામોના અરજદારો ૧પ૭૯ પ્રશનોનું સ્થળ પર જ નિરાકરણ કરાયું હતું. 

Previous articleબાબરીયાવાડમાં ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાનુ થયેલુ ભવ્ય સ્વાગત
Next articleદામનગર ભાજપની સિધ્ધીઓની પત્રીકા વિતરણ