મત માટે લાલચ આપનારા કે સ્વીકારનારને એક વર્ષની કેદ થશે

809
guj27102017-12.jpg

વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા અમલી બની ગઈ છે. આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ વ્યકિત મતાધિકારનો ઉપયોગ કરવા માટે રોકડ કે ચીજવસ્તુ સ્વરૂપે પ્રલોભન આપે કે સ્વીકારે તો તે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૭૧ અ મુજબ એક વર્ષની કેદ અથવા દંડ કે બંને સજાને પાત્ર બને છે.
વધુમાં કોઈ વ્યકિત કે જે મતદાર કે અન્ય વ્યકિતને ધમકી આપે, કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડે તે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૭૧ ગ મુજબ એક વર્ષની કેદ અથવા દંડ કે બંને સજાને પાત્ર બનશે. લાંચ આપનાર અને લેનાર બંને સામે કેસ નોંધવા અને મતદારોને ડરાવવા કે ધાક ધમકી આપનાર સામે પગલા લેવા માટે શીઘ્ર કાર્ય ટુકડીઓની રચના કરવામાં આવી છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અવંતિકા સિંઘે અખબારી યાદીમાં જણાવ્યું કે, લાંચ લેવાથી દૂર રહેવું અને જો કોઈ વ્યકિત લાંચની ઓફર કરે કે લાંચ, મતદારોને ડરાવવા ધમકાવવાના કેસોની જાણ હોય તો તે અંગેની ફરિયાદો સ્વીકારવા માટે જિલ્લાના ફરિયાદ દેખરેખ નિયંત્રણ ખંડ ટોલ ફ્રી નંબર- ૧૮૦૦ ૨૩૩ ૩૪૦૧ પર જાણ કરી શકે છે.

Previous articleબિહારીઓ દ્વારા છઠ્ઠ પૂજન કરાયું…
Next articleઆપ દ્વારા ચૂંટણીપંચને ફરિયાદ