માઢીયા ચેકપોસ્ટ પરથી બસ ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપાયો

725
bvn30102017-5.jpg

મહુવા પોલીસ સ્ટાફ દ્વારા ચૂંટણીલક્ષી વાહન ચેકીંગ માટે માઢીયા ચેકપોસ્ટ ખાતે ઉભા હતા તે વેળાએ ઉનાથી મુંબઈ જતી ટ્રાવેલ્સને ઉભી રાખી ડ્રાઈવરને ચેક કરતા તેમની પાસેથી અડધી બોટલ દારૂ મળી આવ્યો હતો અને અન્ય બે પીધેલી હાલતે મળી આવતા પોલીસે ત્રણેયથી બસ સાથે ધરપકડ કરતા બસમાં સવાર મુસાફરો રઝળી પડ્યા હતા.
પ્રાપ્ત વિગત મુજબ, ઉનાથી મુંબઈ જતી અતિથિ ટ્રાવેલ્સને મહુવા પોલીસ સ્ટાફે માઢીયા ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગ વખતે રોકી ડ્રાઈવર સાજીદભાઈ બચુભાઈ બલોચ રે.દ્રોણ ગામ, ગીર ગઢડચાને ચેક કરતા ડ્રાઈવર પીધેલી હાલતમાં હતો અને તેની સાથે ક્લીનર જાવેદ દાદાભાઈ જમશેદ ઉ.વ.૧૯ રે. ગીર ગઢડા અને મુકેશ શંભુભાઈ ચારોળીયા ઉ.વ.ર૪ રે.દાનેવ સોસા. ચલાળાવાળા નશાની હાલતમાં મળી આવ્યા હતા. 
તેની પાસેથી અડધી બોટલ દારૂની મળી આવતા મહુવા પોલીસ સ્ટાફે અતિથિ ટ્રાવેલ્સ બસ નં.જી.જે.૧૪.એકસ. ૮૮૦૧ સાથે ત્રણેયની ધરપકડ કરી હતી. પરંતુ બસમાં મુસાફરી કરતા મુસાફરો રઝળી પડ્યા હતા અને મોડે સુધી મુસાફરોને પોલીસ સ્ટેશનમાં રોકાવું પડ્યું હતું. જ્યારે મુસાફરોના સગા-સંબંધી આવી ટ્રાવેલ્સના ચાલકો તથા સંચાલકો વિરૂધ્ધ ભારે રોષ ઠાલવ્યો હતો.