પાલિતાણા ન.પા. પ્રમુખના વોર્ડમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા

810
bhav1112017-10.jpg

વર્ષો બાદ પણ પાલિતાણાના રામ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જેમાં રોડ, રસ્તા, પાણી અને ગટરો સ્ટ્રીટલાઈટના પ્રશ્નોનું નિરાકરણના આટલા બધા વૃષ થયા છતા પણ નિરાકરણ ન આવતા આ વીસ્તારના રહીશોએ બેનરો લગાવ્યા છે. વિસ્તારના રહિશો રોષે ભરાયા છે. ભાજપના નેતાઓએ અહીં આગામી વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર કરવા કે  સભા કરવા આવવુ નહીં હાલ પાલિતાણા નગરપાલિકામાં ભાજપનું શાસન છે જો નગરપાલિકાના પ્રમુખના વોર્ડમાં જ કામ ન થાય તો ગામના બિજા વિસ્તારોમાં કામ કયાંથી થાય તેવુ ત્યાના  રહિશો દ્વારા રોષ વ્યકત કરાયો હતો.

Previous article સિહોરમાં ઠેર-ઠેર તુલસી વિવાહની ઉજવણી
Next article લકઝરી બસે ટ્રેકટરને ટલ્લો મારતાં યુવાન અને બે વર્ષની બાળાનું મોત