લકઝરી બસે ટ્રેકટરને ટલ્લો મારતાં યુવાન અને બે વર્ષની બાળાનું મોત

727
bhav1112017-8.jpg

વલ્લભીપુર તાલુકાનાં કાનપર અને નવાણીયા ગામ તરફ જવાનાં સીંગલ પટ્ટી રોડ પર લકઝરી બસનાં ચાલકે ટ્રેકટરને પાછળથી ટલ્લો મારતા ટ્રેકટરમાં સવાર યુવાન અને બે વર્ષની બાળાનું ઘટનાસ્થળે મોત નિપજવા પામ્યું હતું. જ્યારે બાળાના માતા-પીતાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ વલ્લભીપુરના જુના રતનપર ગામે રહેતા નિરૂભાઈ લખમણભાઈ સોલંકી ઉ.૩૦ તથા સિહોરના ટાણા વાવડી ગામે રહેતા કમલેશભાઈ ચીથરભાઈ ચુડાસમાં હંસાબેન કમલેશભાઈ તથા તેમની બે વર્ષની પુત્રી કાજલબેન ટ્રેકટરમાં બેસી વલ્લભીપુરનાં કાનપર ગામ તરફ જતા હતા તે વેળાએ કાનપર અને નવાણીયા જવાના સીંગલ પટ્ટી રોડ પર પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલ શ્રી ટ્રાવેલ્સની લકઝરી બસ નં.જી.જે. ૧૪ ઝેડ ૯૯૧૧નાં ચાલકે ટ્રેકટરની ટ્રોલીને પાછળથી ધડાકાભેર ટલ્લો મારતા ટ્રેકટર ખાળીયામાં ખાબક્યુ હતું. જેમાં નીરૂભાઈ સોલંકી અને બે વર્ષની કાજલબેનનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યુ મોત નીપજ્યુ હતું. જ્યારે કાજલના માતા-હંસાબેન અને પીતા કમલેશભાઈને ગંભીર ઈજાો થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. બનાવની જાણ થતા વલ્લભીપુર પોલીસ મથકનાં પી.એસ.આઈ. રીઝવી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને બનાવનાં જરૂરી કેસ કાગળો કરી માતકોની લાશને પી.એમ. અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

Previous article પાલિતાણા ન.પા. પ્રમુખના વોર્ડમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા
Next article ભાજપ યુવા મોર્ચા દ્વારા રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો