ભાજપ યુવા મોર્ચા દ્વારા રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો 

728
bhav1112017-7.jpg

ભાવનગર શહેર ભાજપ યુવા મોર્ચા દ્વારા આજે સરદાર પટેલની જયંતિ નિમિત્તે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેને કાળીયાબીડ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે મેયર, ભાજપ શહેર પ્રમુખ સહિત આગેવાનો તથા ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. દેશની એકતા અને અખંડતિતાને જાળવી રાખવા માટે મહત્વની ભૂમિકા ભજવનાર લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નીમિત્તે આજે શહેર ભાજપ યુવા મોર્ચા દ્વારા રન ફોર યુનિટી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં એકતા સાથે મતદાન જાગૃતિ અભિયાનનો પણ સંદેશો ફેલાવ્યો હતો. કાળીયાબીડ ખાતેથી જીતુભાઈ વાઘાણીએ રેલીને પ્રસ્થાન કરાવ્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ અને ભાજપ યુવાનો જોડાયા હતા.