અમદાવાદ-ઈન્દોર હાઈવે પર અકસ્માત : ૧૩ના મોત

735
guj8112017-4.jpg

મધ્યપ્રદેશથી ગુજરાતમાં મજૂરી કરવા આવીને પરત ફરતા લોકોની જીપને કઠલાલના બાજકપુરા ગામ પાસે ગંભીર અકસ્માત નડ્યો હતો.વહેલી સવારે અંધારામાં અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ઊભેલા ટ્રક પાછળ તૂફાન જીપ ઘૂસી હતી. જીપ ઘૂસતાથી હાઈવે લોકોની ચીચીયારીના અવાજથી ગુંજી ઉઠ્યો હતો. અકસ્માતમાં ૧૩ લોકોનાં મોત નિપજ્યા હતા અને ૫ લોકોને ગંભીર ઈજા થઈ હતી. પોલીસને જાણ કરવામાં આવી હતી.
વતન મધ્યપ્રદેશથી મજૂરી કરવા ગુજરાતમાં આવેલા ૧૮થી વધુ લોકો મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લા જઈ રહ્યા હતા. ત્યારે આજે વહેલી સવારે હાઈવે પર ઊભેલી ટ્રકમાં  પાછળથી જીપ ઘુસી હતી. ટ્રક બગડેલી હોવાથી બેરિકેટ મૂકી દીધા હતા. પરંતુ જીપ ચાલકની સમજવામાં થાપ ખાવાથી અકસ્માત થયો હતો. અકસ્માતથી ઈજાગ્રસ્તના આક્રંદ અને ચીચીયારીઓએ હાઈવે થંભી ગયો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
જીપ ટ્રકમાં એટલી ઝડપે ઘૂસી હતી કે ઘટનાસ્થળે જ ૧૩ લોકોના મોત નિપજી ગયા હતા. જ્યારે સારવાર માટે ખસેડવામાં આવેલા અન્ય ૪ના સારવાર દરમિયાન મોત થયા હતા. હજુ પણ ગંભીર રીતે ઘવાયેલા ૮થી વધારે લોકોની સારવાર સ્થાનિક દવાખાનામાં ચાલી રહી છે. સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.