કાર ડિવાઇડર કુદીને બસ સાથે ટકરાતા ૭ મોત

843
guj18112017-8.jpg

મહેસાણા ઉંઝા હાઇવે પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત થતા સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. આ અકસ્માત અંગે માહિતી મળતાની સાથે જ પરિવારના સભ્યોમાં આઘાતનુ મોજુ ફરી વળ્યુ હતુ. મૃતકો અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારના હોવાની વિગત સપાટી પર આવી છે. તમામ મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
 અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં એક પીઆઇનો પુત્ર પમ સામેલ છે. જ્યારે બે સગા ભાઇના પણ મોત થયા છે. મળેતી માહિતી મુજબ મોડી રાત્રે સેવરલેટ કાર જીજે૧ એચકે ૮૨૦૪માં પાલનપુરથી અમદાવાદ આવવા સાત યુવાનો રવાના થયા હતા. રસ્તામાં કારના ચાલકે વધુ ગતિ હોવાના કારણે સંતુલન ગુમાવી દેતા કાર ડિવાઇડર કુદીને સામે આવતી  લકઝરી બસ આરજે ૧૯પીબી ૭૦૦૧માં ઘુસી ગઇ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા સાત લોકો પૈકી છ લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. પોલીસ અને સ્થળ પર રહેલા લોકોના કહેવા મુજબ આ અકસ્માત અડધી રાત બાદ દોઢ વાગે થયો હતો. પાલનપુરથી કારમાં સાત લોકો અમદાવાદમાં  આવવા માટે રવાના થયા હતા. મહેસાણા પાસે કારનુ ટાયર ફાટી જતા કાર ફંગોળાઇને ડિવાઇડર ચડીને સામેની બાજુએ પછડાઇ હતી. આ ગાળા દરમિયાન આ કાર રાજસ્થાન તરફ જતી લકઝરી બસમાં ઘુસી ગઇ હતી. અકસ્માત થયા બાદ કાર ૧૦ મીટર સુધી ઘસડાઇ હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે કારના ફુરચે ફુરચા ઉડી ગયા હતા અને સાતેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા પૈકી બે સગા ભાઇ હતા. જેમની ઓળખ બ્રિજેશ અને ગોપાલ તરીકે કરવામાં આવી છે. તેમના પિતાનુ એક વર્ષ પહેલાજ અવસાન થયુ હતુ. બનાવની જાણ થતા પોલીસ ટુકડી તરત જ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. તમામના મૃતદેહોને  પીએમ માટે હોસ્પિટલમાં ખસેડી દેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તપાસ હાથ ધરવામાં આવી હતી.