ભાજપ ગાંધી-સરદાર પટેલના વિચારોને નાબૂદ કરવા ઇચ્છુક : જયોતિરાદિત્ય

754
guj1712017-14.jpg

કોંગ્રેસના યુવા નેતા જયોતિરાદિત્ય સિંધિયાએ આજે અમદાવાદની મુલાકાત દરમ્યાન ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે, મોદી સરકાર અને ભાજપના શાસનને લઇ ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે ઉગ્ર અસંતોષ અને અસહિષ્ણુતાનો માહોલ પ્રવર્તી રહ્યો છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલની વિચારધારાને ભાજપ નાબૂદ કરવા માંગે છે. આ લોકો બાપુ અને સરદારના નામને કલંક લગાવવાનું કામ કરી રહ્યા છે. તેમણે ભારે આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, આ વખતની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ગુજરાતની જનતા મતદાન સમયે જોરદાર જવાબ આપશે અને ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સહિત દેશભરમાં આજે ખેડૂતો કૃષિવિરોધી નીતિથી ત્રસ્ત છે, જયારે મોદીજી મસ્ત બન્યા છે. ગુજરાતમાં બળાત્કારના ૪૭૨ કેસો નોંધાયા છે, રાજયના ૫૦ લાખ દલિતો પર રોજ અત્યાચાર થાય છે અને છતાં ભાજપ ડો.બાબાસાહેબ 
આંબેડકરની જયંતિ ઉજવે છે. સમગ્ર દેશમાં ઉગ્ર અસંતોષ અને અસહિષ્ણુતાનું વાતાવરણ છે. આજે ગુજરાતની શાળાઓમાં શિક્ષક નથી, વિદ્યાર્થીઓ વાંચી કે લખી શકતા નથી, તેવી શિક્ષણની સ્થિતિ કથળી છે. હું ગુજરાત છું એ કયુ મોડેલ છે એ ગુજરાતના લોકો આજે પૂછી રહ્યા છે. સિંધિયાએ એવો કટાક્ષ પણ કર્યો હતો કે, મોદીજી બુલેટટ્રેનની વાતો કરે છે પરંતુ ગુજરાતમાં ખાનગી યુનિવર્સિટીઓ અને ઉઁચી-તગડી ફી બુલેટ ટ્રેનની જેમ દોડી રહ્યા છે. દેશમાં દર વર્ષે બે કરોડ યુવાનોને રોજગારી આપવાનો મોદી સરકારે વાયદો કર્યો હતો પરંતુ તે પણ પૂર્ણ કરાયો નથી.

Previous articleઅમદાવાદ : નવરંગપુરા અને રખિયાલમાં પ્રદૂષણ સ્તર વધ્યું
Next articleહાર્દિકની સીડી બનાવીને તેને ફસાવવા ૫૦ કરોડમાં સોદો