ભાવનગરના ઘોઘા જકાતનાકા પાસેના પ૦ વારીયા વિસ્તારના રહેણાંકી મકાનમાં એલસીબી ટીમેે બાતમી રાહે રેડ કરી ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક શખ્સને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
એલસીબી સ્ટાફના માણસો સુચના મુજબ ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કો. સત્યજીતસિંહ ગોહિલને મળી આવેલ હકિકત આધારે વિક્રમ ઉર્ફે વિક્કી હરજીભાઈ જાંબુચા ઉ.વ.ર૪ રહે.પ્લોટ નં.૧ર/બી, પ૦ વારીયા, ઘોઘા જકાતનાકા, ભાવનગરવાળાના રહેણાંકી મકાને રેઈડ કરતા મકાને રૂમમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ પ્લાસ્ટીકના કોથળા નંગ-ર મળી આવેલ. જેમાંથી ૪૩ બોટલ દારૂની મળી આવી તેમજ તેની અંગજડતીમાંથી મોબાઈલ-૧ કિ.રૂા.પ૦૦ મળી કુલ રૂા.૧૩,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ. તેના વિરૂધ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહી. એક્ટની અલગ-અલગ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરાવવામાં આવેલ છે.
આ કામગીરીમાં એલસીબી, સ્ટાફના મહિપાલસિંહ ગોહિલ, સત્યજીતસિંહ ગોહિલ, ભીખુભાઈ બુકેરા, સંજયસિંહ ઝાલા વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા.ે



















