સિહોર નજીક મહંતને માર મારી લૂંટ ચલાવાઈ : દાનપેટીની ચોરી

831
bhav992017-5.jpg

સિહોર અને પંથકમાં સંપૂર્ણ કાયદો અને વ્યવસ્થા કથળી છે હજુ બે-ત્રણ દિવસ પહેલા ખારાકુવા ચોક વિસ્તારમાં એક યુવાનને સરાજાહેર છરીના ઘાં ઝીકાયાની ઘટના સુકાઈ નથી ત્યાં જ સિહોરના ભાવનગર રાજકોટ રોડ પર આવેલ ચેતન હનુમાન મંદિરના મહંતને ત્રણ જેટલા શખ્શોએ ઢોર મારમારીને લૂંટ ચલાવવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી છે મંદિરના મહંત બટુકસિંહના જણાવ્યા મુજબ ગતરાત્રીના ત્રણ વાગ્યાના અરસામાં પોતે મંદિરના પરિસરમાં રહેલા રૂમમાં આરામ કરી રહ્યા હતા એ વેળાએ પોતે બટુકસિંહ જાગીને જાજરૂ જવા જતા ત્રણ જેટલા બુકનીધારી શખ્શો મંદિરમાં પ્રવેશીને દાન પેટીની ઉઠાંતરી કરી રહ્યા હતા એ વેળાએ આ શખ્શો દ્વારા અચાનક મહંત પર હુમલો કરી મારમારીને મહંતના રુમમાં રહેલ સૂટકેસ અને મંદિરની દાન પેટી મોબાઈલ લઈ નાસી છૂટ્યા હતા મહંત બટુકસિંહ છેલ્લા સાત વર્ષથી અહીં સેવા આપે છે હાલાકી દાન પેટી અને સૂટકેસ બાજુમાં રહેલ રેલના પાટા પરથી પોલીસને મળી આવ્યું હોવાનું મહંત બટુકસિંએ જણાવ્યું હતું દાન પેટી સહિત સુટકેસમાં રહેલ રોકડની ચોરી થવા પામેલ છે આ ઘટનાને લઈ સમગ્ર શહેર અને પંથકમાં ભારે અરેરાટી વ્યાપી છે અને તંત્રની કામગીરી સામે અનેક સવાલો સાથે ઉઠ્યા છે અને લોક રોષ ભભૂક્યો છે.

Previous article પુરપિડીતોને સહાયનો ચેક અપાયો
Next article પિરછલ્લા, ઘોઘાસર્કલ વોર્ડનો સેવા સેતુ કાર્યક્રમ