ચારૂલ અને વિનય દ્વારા લોકભારતી ખાતે વ્યાખ્યાન

895
bvn15122017-1.jpg

લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરા ખાતે ગીત અને સંગીતની પ્રસ્તુતિ સાથે ચારૂલ અને વિનય દ્વારા આગામી શનિવારના વ્યાખ્યાન અપાશે.
આગામી શનિવાર તા.૧૬ના લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરા ખાતે વાર્ષિકોત્સવ પ્રસંગે નાનાભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળાના છપ્પનમાં મણકાના બે વ્યાખ્યાન ગીત અને સંગીતની પ્રસ્તુતિ સાથે જાણીતા સમાજસેવી ગાયક જોડી ચારૂલ અને વિનય દ્વારા અપાશે. અંતર્નાદથી લોકનાદના સથવારે જીવનમુલ્યો વિષય પરના આ વ્યાખ્યાન સંદર્ભે સંસ્થાના વડા રઘુવિરભાઈ ચૌધરી, અરૂણભાઈ દવે અને હસમુખભાઈ દેવમુરારી સાથે સંસ્થા પરિવાર આયોજન તૈયારીમાં રહેલ છે. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમમાં શ્રીમદ રાજચંદ્રજીના જીવન પર નાટ્યકૃતિ યુગપુરૂષ મહાત્માના મહાત્મ્ય રજૂ થશે.

Previous articleકામરેજ પો.સ્ટે.ના પ્રોહિ.ના ગુન્હામાં ફરાર આરોપી જબ્બે
Next articleનંદકુંવરબા મહિલા કોલેજમાં એમ.પી. ત્રિવેદીનું વ્યાખ્યાન યોજાયું