બાંભોર ગામે રવેચી માતાજીના મંદિરે રબારી સમાજ દ્વારા હવન યોજાશે

1481
bvn23122017-2.jpg

તળાજાના બાંભોર ગામે રબારી સમાજ દ્વારા વિદ્વાન ભૂદેવો ગોરમહારાજ પંડીતો દ્વારા શ્લોક સાથે હવન રાખવામાં આવેલ. ગામ ધુમાડો બંધ રાખવામાં આવેલ છે. વિશાળ સંખ્યામાં બહેનો, ભાઈઓ, મઢના ભુવા આતા સહિતના એક સાથે બેસીને પ્રસાદ લીધો હતો તેમજ રાત્રિના સંતવાણી કાર્યક્રમ રાખવામાં આવેલ. સાધુ સંતો અને નામી અનામી કલાકારોએ ભાગ લીધો હતો. સરપંચ વિજયભાઈ અને શિવાભાઈ સારી જહેમત ઉઠાવેલ. યજ્ઞ તથા સંતવાણી કાર્યક્રમમાં રબારી સમાજ ઉપરાંત ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને લાભ લીધો હતો.

Previous articleપ્રેસ પ્રતિનિધિ મથુર ચૌહાણના પુત્ર અલ્પેશની સાંસ્કૃતિક પરીક્ષામાં સિધ્ધિ
Next articleશાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો કુંઢેલી ખાતેથી કરાયેલો શુભારંભ