સિહોર ખાતે દુકાનમાંથી રોકડ અને ઘર પાસે પાર્ક કરેલ બાઈકની ચોરી

712
bvn312018-7.jpg

ભાવનગરના સિહોર ખાતે તસ્કરો રેઢુ પડ સમજી રોજબરોજ ચોરીઓ કરી પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેંકી રહ્યાં છે. વારંવાર થતી ચોરીઓથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. જેમાં આજરોજ ભાવનગર-રાજકોટ રોડ પર આવેલ પ્રોવિઝન સ્ટોરના તાળા તોડી રોકડ મત્તાની ચોરી થવા પામી છે. જ્યારે ઘર પાસે પાર્ક કરેલ મોટરસાયકલની ચોરી થઈ હતી. જેનો ભેદ હજુ ઉકેલાયો નથી ત્યાં બીજી વખત ચોરીનો બનાવ બનતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે.
પ્રાપ્ત વિગત મુજબ, સિહોર ખાતે ભાવનગર-રાજકોટ રોડ પર આવેલ એ.કે. પ્રોવિઝન સ્ટોરના ગતરાત્રિના કોઈ અજાણ્યા તસ્કરો તાળા-શટર તોડી ગલ્લામાં રાખેલા ૧ર હજાર રોકડાની ચોરી કરી લઈ ગયાનું દુકાનના માલિક જાકીરભાઈ કુરેશીએ જણાવ્યું હતું. જ્યારે દુકાનની સામે આવેલ ગાયત્રી પાર્ક ખાતે રહેતા વાલાભાઈ રબારીએ પોતાનું મોટરસાયકલ ઘર પાસે પાર્ક કર્યુ હતું. જે તસ્કરો ચોરી કરી લઈ ગયાનું વાલાભાઈ રબારી પાસેથી જાણવા મળ્યું હતું. રોજબરોજ થતી ચોરીઓથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને પોલીસ પેટ્રોલીંગ વધારવા ઉગ્ર માંગ ઉઠી છે.

Previous articleઅંબાજી માતાનો પ્રાગટ્યોત્સવ
Next articleસરકારની નીતિ-રીતિથી નારાજ તબીબો દ્વારા બ્લેક-ડે મનાવાયો