દામનગરમાં વીર માંધાતા ગ્રુપ દ્વારા આયોજિત શોભાયાત્રા રેવતી રત્ન વીર માંધાતાના જન્મ દીને શોભાયાત્રા દામનગર શહેરના સરદાર ચોક ખાતે સરદારની પ્રતિમાને પુષ્પહાર કરાય શિક્ષણ સંગઠનના સંદેશ આપતા પોસ્ટરો બેનરો સાથે ધ્યાનાકર્ષક શોભાયાત્રા શહેરભરના મુખ્ય માર્ગો પર ફરી હતી. દામનગર માંધાતા ગ્રુપ દ્વારા આયોજિત શોભાયાત્રામાં વીર માંધાતા ગ્રુપના યુવાનો દ્વારા શોભાયાત્રામાં વિવિધ તરકબો વેશભૂષા ગાયન વાદન દ્વારા સંગઠન શિક્ષણ સંપની હદયસ્પર્શી અપીલ રેવતી રત્ન વીર માંધાતાની જન્મ જ્યંતીની શાનદાર ઉજવણી શોભાયાત્રા સીતારામનગરથી નીકળી સરદાર ચોક થઈ શહેરભરની મુખ્ય બજારોમાં ફરી ખૂબ મોટી સંખ્યામાં લોકોની હાજરી વાળી શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી.