જાફરાબાદમાં વીર માંધાતાની વિશાળ શોભાયાત્રાનું આયોજન

1160
GUJ1612018-4.jpg

જાફરાબાદ તાલુકામાં વિરમાંધાતા પ્રાગટયોત્સવ કોળી સમાજના માંધાતા ગ્રૃપ હેમાળથી પાટી માણસા, ટીંબી, ભાડા, ચિત્રાસર, રોહીસા, બલાણા, વઢેરામાં ઠેર ઠેર સ્વાગત બાદ જાફરાબાદમાં ધર્મ સાથે પુર્ણ  થયેલ. જેમાં રાજુલા જાફરાબાદના માંધાતા ગ્રુપ પ્રમુખ તેમજ આગેવાનો ઉપસ્થિતિમાં મહારેલી યોજાઈ હતી. મકરસંક્રાંતિ મહાપર્વના દિવસે વિરમાંધાતાનો પ્રાગટયોત્સવની કોળી સમાજના માંધાતાગ્રૃપના હેમાળથી ભરતભાઈ મકવાણા દ્વારા પાટી માણસા, ટીંબી, ભાડા, ચિત્રાસર, રોહીસા, બલાણા, ધારાબંદર, વઢેરા સહિત વિરમાંધાતાની શોભાયાત્રાનું ઠેર-ઠેર સ્વાગત સન્માનો થયા ત્યાર બાદ જાફરાબાદ ખાતે ધર્મસભાના આયોજન સાથે પુર્ણ કરાઈ આ પ્રસંગે રાજુલા માંધાતા ગ્રૃપના પ્રમુખ બીપીનભાઈ બાંભણીયા કમલેશ પરમાર (માધવ), કૈલાસ શિયાળ, સંજય સોલંકી, વિપુલ તેમજ જાફરાબાદ તાલુકા પંચાયત પ્રમુખ કરણભાઈ પટેલ, ભાજપ જિલ્લા મંત્રી ચેતનભાઈ શિયાળ તેમજ, માંધાતા ગ્રુપના પ્રમુખ કિશોરભાઈ બાંભણીયા જાફરાબાદનો બહોળી સંખ્યામાં કોળી સમાજની ઉપસ્થીતિમાં વિરમાંધાતા પ્રાગટયોત્સવ ઉજવાયો હતો.