ઘોઘા પોલીસ મથકમાં અગાઉ નોંધાયેલ ઈંગ્લીશ દારૂના ગુન્હામાં ફરાર ખાટડી ગામના બે શખ્સોને એલસીબી ટીમે તખ્તેશ્વર પાસેથી ઝડપી લીધા હતા.
ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં નાસતાં-ફરતાં આરોપીઓની તપાસમાં હતાં.તે દરમ્યાન પો.કો. શકિતસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે, ઘોઘા પો.સ્ટે.માં પ્રોહી. એકટ કલમઃ-૬૫એ,ઇ,૧૧૬ બી, ૮૧,૯૮(૨) મુજબનાં ગુન્હાનાં કામે પકડવાનાં બાકી આરોપી ભરતસિંહ ચકુભા રાયજાદા તથા અર્જુનસિંહ ખુમાનસિંહ રાયજાદા રહે.બંને ખાંટડી તા.ઘોઘા જી.ભાવનગરવાળા તખ્તેશ્વર મંદિર પાસે ઉભા છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં ભરતસિંહ રાયજાદા, અર્જુનસિંહ રાયજાદા હાજર મળી આવેલ.જેથી તેઓ બંને વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેઓને નિલમબાગ પો.સ્ટે. ખાતે સોંપી આપેલ છે.અને તેઓને ઘોઘા પોલીસ સ્ટેશનનાં પોલીસનાં હવાલે કરવાની તજવીજ હાથ ધરેલ.
આ કામગીરીમાં એલ.સી.બી. નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા, એલ.સી.બી. સ્ટાફનાં પરાક્રમસિંહ ગોહિલ, કિરીટસિંહ ડોડિયા, હર્ષદભાઇ ગોહિલ, ભીખુભાઇ બુકેરા, ભહિપાલસિંહ ચુડાસમા, શકિતસિંહ ગોહિલ, કેવલભાઇ સાંગા, મીનાઝભાઇ ગોરી વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.



















