મ્યુનિસિપલ કમિશનરના બજેટમાં સ્થાયી સમિતિએ રેવન્યુ ખર્ચમાં સાડા પાંચ કરોડનો ઘટાડો કર્યો છે. ઉપરોકત ફેરફારથી વધેલા નાણાં શહેરના વિકાસ કામોમાં વાપરવાનો સ્થાયી સમિતીએ નિર્ણય લીધેલ છે. આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનરે કર, દર અને સફાઈ અંગે જે ભલામણ કરી હતી તેમાં ક્ષેત્રફળ મર્યાદા ૧૦૦ ચો.મી. ની જગ્યાએ ૧પ૦.૦૦ ચો.મી. કરી પ૦% સ્લેબ વધારીને આશરે ૪૦,૦૦૦ કરદાતાઓને સફાઈમાં ક્ષેત્રફળ આધારિત કરમાં રાહત મળશે. ડોર ટુ ડોર કલેકશન ચાર્જીસમાં કમિશનર દ્વારા સુચવેલ રૂ. ૪પ૦ ને બદલે રૂ. ૩૬૦ કરી ર૦% ધટાડો કરેલ છે અને ૬પ૦ ને બદલે રૂ. પ૦૦ કરી ર૦% નો ઘટાડો કરેલ છે.
રેવન્યુ ખર્ચમાં કરકસર કરી જે ધટાડો કરેલ છે તે જુદી જુદી સેવાઓ માટે ફાળવવામાં આવેલ છે. તેમાં મુખ્યત્વે શહેરના આંતરિક રસ્તા તથા ચોકઠાની સફાઈ માટે ચાર કરોડ પંદર લાખની ખાસ જોગવાઈ કરેલ છે તથા મુક્તિધામ ખાતે ગેસ ચિતાનું આયોજન કરવા સ્થાયી સમિતિએ એક કરોડની જોગવાઈમાં પચાસ હજારનો વધારો સુચવેલ છે. આ ઉપરાંત અર્બન હેલ્થ સેન્ટરોમાં લોહીની તપાસ માટે બ્લડ ટેસ્ટીંગ લેબોરેટરી શરૂ કરવા માટે કુલ રૂ. ૧૦ લાખની જોગવાઈ કરેલ છે.
જે સંસ્થાઓ કચરાનો નિકાલ જાતે કરતી હોય તેઓને વેસ્ટ કલેકશન ચાર્જમાં પ૦ ટકા રિબેટ આપવાનો સ્થાયી સમિતીએ નિર્ણય લીધેલો છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા વાહનવેરો સુચવવામાં આવેલ છે તેને યથાવત રાખવામાં આવે છે. પછાત અને ગ્રામ્ય સુવિધાઓ પાછળ ગત વર્ષના બજેટ ખર્ચના બબ્બે કરોડનો વધારો કરી કુલ આઠ કરોડની જોગવાઈ આ પ્રજાલક્ષી બજેટમાં કરવામાં આવેલ છે. આમ કર અને દરના વધારાને કારણે આવનાર ચાર કરોડ જેટલી ઈનકમીંગ આવક, આઉટ ગોઈંગ ખર્ચ તરીકે મુખ્યત્વે ગામડા અને પછાત વિસ્તારમાં વાપરવામાં આવનાર છે.
ગાંધીનગર શહેર દિન પ્રતિ દિન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત અભિયાનને સાકાર કરી રહેલ છે અને રાજય સરકાર તથા નાગરિકોના સહકારથી સ્વચ્છતાની બાબતમાં દેશના અગ્રગણ્ય સ્માર્ટ શહેરોની હરિફાઈમાં આગળ વધવા સક્ષમ બનેલું છે. રાજય સરકાર દ્વારા ગાંધીનગર મહાનગર પાલિકાને નળ, ગટર, રસ્તા તથા અન્ય સંલગ્ન સેવાઓ આપવા ગંભીરપણે વિચારી રહેલ છે તે માટે ચાલુ વર્ષે ઈજનેરી કર્મચારી / અધિકારીઓનું માળખું ગોઠવવા આ બજેટમાં જોગવાઈ કરી ગત વર્ષ કરતાં મહેકમ ખર્ચમાં વધારો કરેલ છે. પરંતુ ગુજરાત રાજયની તમામ મહાનગર પાલિકાના મહેકમ ખર્ચ કરતાં પ૦ % મહેકમ ખર્ચ ઓછો થશે. આમ મહેકમ ખર્ચમાં કરકસરયુકત વહીવટમાં ગાંધીનગર મહાનગર પાલિકા અગ્રેસર છે.
Home Gujarat Gandhinagar ગાંધીનગર મનપા સ્થાયી સમિતિએ વિકાસ અને પ્રજાલક્ષી કામોને પ્રાધાન્ય આપી કરમાં ઘટાડો...