ર૯માં માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત વિશાળ રેલી યોજાઈ

1283
bhav4-2-2018-4.jpg

૨૯માં માર્ગ સલામતી સપ્તાહ માટે સુપ્રીટેન્ટ ઓફ પોલીસ પી.એલ.માલ. દ્વારા ટ્રાફિક નિયમોની જાણકારી લોકોને મળે તે માટે કાર્યક્રમો કરવા ટ્રાફિક શાખા અને જિલ્લાના પોલીસ સ્ટેશનોને સૂચના આપવામાં આવેલ. જેથી ટ્રાફિક અવેરનેસ માટે આજરોજ એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવેલ. જેમાં ટ્રાફિક શાખા, આરટીઓ તથા રેડક્રોસ સંસ્થાની સહયોગથી રેલીનું આયોજન કરવામાં આવેલ. જેમાં લોકોમાં હેલ્મેટ અને સીટબ્લેટ પહેરવા બાબતે તેમજ ટ્રાફિકના નિયમોની જાણકારી પ્રત્યે જાગૃતિ આવે તેવા બેનરો અને પોસ્ટર સાથે રેલીનું આયોજન કરવામાં આવેલ તેમજ આશરે ૪૦૦૦ જેટલી પત્રિકાઓ વહેંચવામાં આવી હતી. હલુરિયા ચોકમાં આવેલ શાંતિલાલ શાળાના પ્રાગણમાં  વિવિધ શાળા અને કોલેજના આશરે ૧૫૦૦-૧૭૦૦ જેટલા વિદ્યાર્થીઓ રેલીમાં સામેલ થયા હતા. આ રેલીનો રૂટ  હલુરિયા ચોકથી ઘોઘાગેટથી ખારગેટથી મામાકોઠાથી બર્ટન લાઇબ્રેરીથી હલુરિયા ચોક સુધી હતો તેમજ રેલીનું સમાપન શાંતિલાલ શાળાના પ્રાગણમાં થયું હતું. રેલીમાં વિવિધ ડ્રાઈવીંગ સ્કૂલોની ૧૨ ગાડીઓ જોડાઈ હતી. તેમજ ટ્રાફિકના નિયમો માટે માઈક દ્વારા સુત્રોચાર કરાયાં હતા.  લોકોને હેલ્મેટ તથા સીટબ્લેટ પહેરવા માટે સમજ આપવામાં આવી હતી. તેમજ રેલી સમાપન પછી વિદ્યાર્થીઓને નાસ્તો આપવામાં આવેલ. સપ્તાહના છેલ્લા દિવસે રવિવારના રોજ મોતીબાગ ટાઉનહોલ ખાતે ડ્રોઇંગ કોમ્પટેશનનું આયોજન કરવામાં આવેલ છે.

Previous article ગાંધીનગર મનપા સ્થાયી સમિતિએ વિકાસ અને પ્રજાલક્ષી કામોને પ્રાધાન્ય આપી કરમાં ઘટાડો કર્યો
Next article ૩રમી ગુજરાત સાયન્સ કોંગ્રેસનો આજથી પ્રારંભ