સૌરાષ્ટ્ર ચેમ્બર હોલ ખાતે કેન્દ્રીય બજેટના વિશ્લેષણ અંગે મુકેશ પટેલનું વ્યાખ્યાન યોજાયું

773
bhav6-2-2018-3.jpg

તાજેતરમાં રજૂ થયેલ કેન્દ્રીય બજેટ-ર૦૧૮-૧૯ના વિશ્લેષણ માટે ગુજરાતના અગ્રગણ્ય કરવેરા સલાહકાર અને પ્રખર વક્તા મુકેશભાઈ પટેલનું સરળ ગુજરાતી ભાષામાં વક્તવ્યનું આયોજન ચેમ્બર હોલ ખાતે કરવામાં આવેલ હતું.
કાર્યક્રમના પ્રારંભમાં શાબ્દીક ચેમ્બરના પ્રમુખ મહેશભાઈ ભટ્ટે સ્વાગત કરતા જણાવેલ કે બજેટના માટેની અપેક્ષાઓ પરિપૂર્ણ થયેલ નથી. મુકેશભાઈ પટેલે રજૂ થયેલ બજેટના સંદર્ભમાં વક્તવ્ય આપતા બજેટને મલ્ટીસ્ટાર એટલે કે ખેતીવાડી, આરોગ્ય, શિક્ષણ વગેરે તમામ પાસાઓને આવરી લેવામાં આવેલ છે, તેને આ બજેટનું વિશિષ્ટ પાસુ ગણાવેલ. બજેટના કારણે તમામ ક્ષેત્રમાં ડેવલપમેન્ટ થશે જેનો સીધો ફાયદો બજારને મળશે. આવતા વર્ષે જીડીપી ૭ ટકાથી ઉપર થાય તેવી સરકારની અપેક્ષા છે તે કદાચ ફળીભૂત ન થાય.
આ બજેટમાં સૌથી વધારે લાભ સીનીયર સીટીઝન્સ માટે છ, જેમાં ખાસ કરીને આરોગ્ય ક્ષેત્રે તેઓને વિશેષ લાભ આપવામાં આવેલ છે. ૮૦ ડીડીબી કલમ હેઠળ ગંભીર રોગોમાં જે ૪૦ હજારની કપાત આપવામાં આવે છે તે વધારીને ૧ લાખ કરવામાં આવેલ છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી વયવંદના યોજનામાં ૭.પ૦ લાખ સુધી રોકાણ હતી તે મર્યાદા વધારીને ૧પ લાખ કરવામાં આવેલ છે. સીનીયર સીટીઝન્સ માટે આ સૌથી આવકારદાયક જોગવાઈ છે.
કેપીટલ ગેઈનમાં હાલમાં જે લોકઈન પીરીયડ ૩ વર્ષોનો છે તે હવે પાંચ વર્ષનો થશે. ચેરીટેબલ ટ્રસ્ટને તેઓની આવકની ગણતરીમાં કપાતના કોઈ લાભ મળશે નહીં. હાલમાં બજારમાં એક અફવા છે કે રીટર્ન ભરવામાં મોડુ થશે તો કપાતના લાભ મળશે નહીં તે વાત ખોટી છે. તેમાં ૮૦સી અને ૮૦ડીને આ હકીકત લાગુ પડતી નથી.
કો-ઓપરેટીવ સોસાયટી અને એગ્રો પ્રોસેસીંગ સોસાયટીને ૧૦૦ ટકા કપાતો લાભ મળશે. હવે સ્ક્રુટીનીટી માટે ખૂબ જ સરળતા થશે. રૂબરૂ જવાની જરૂરીયાત નહીં પડે. ઈ-મેઈલ કે પોર્ટલ દ્વારા જવાબ રજૂ કરી શકાય છે. ટુંકમાં આ બજેટની સૌથી સારી બાબત એ છે કે માળખામાં દરેક બાબતની ખૂબ જ સ્પષ્ટતાઓ કરી સરળતા કરવામાં આવેલ છે. આ પ્રસંગે પ્રશ્નોતરીનું પણ આયોજન કરવામાં આવેલ. જેમાં લોકોને મુંજવતા પ્રશ્નોના પણ મુકેશભાઈ પટેલે ખૂબ જ સરળ ભાષામાં સંતોષકારક જવાબ આપેલ. 
અંતમાં કાર્યક્રમની આભારવિધિ ચેમ્બરના ટેક્ષેશન કમિટીના ચેરમેન હિતેષભાઈ રાજ્યગુરૂએ કરેલ તથા સમગ્ર કાર્યક્રમનું સુપેરે સંચાલન ચેમ્બરના માનદમંત્રી ભરતભાઈ શેઠે કરેલ.

Previous article અંધશાળાની વિદ્યાર્થીની રાજ્યકક્ષાની અંધ મહિલાઓની વાનગી સ્પર્ધામાં પ્રથમ સ્થાને
Next article રસ્તા વચ્ચે ખુલ્લી ગટર, અકસ્માતને આમંત્રણ