બે વર્ષથી ફરાર આરોપીને આરઆરસેલએ ઝડપી લીધો

783
bvn822018-6.jpg

વલ્લભીપુર પોલીસ મથકમાં બે વર્ષ પુર્વે નોધાયેલ ગુન્હામાં ફરાર સરવઈ ગામનો ફરાર શખ્સને આરઆરસેલની ટીમે વલ્લભીપુર બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લીધો હતો. 
ભાવનગર રેન્જ, સ્ટાફના માણસો ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન વલ્લભીપુર રેસ્ટ હાઉસ  પાસે આવતા પો.કો. જગદેવસિંહ ઝાલાની બાતમી રાહે હકિકત મળેલ કે, વલ્લભીપુર પો.સ્ટે.ના ઈ.પી.કો. કલમ ૩૯૭, પ૦૪, પ૦૬(ર) મુજબના ગુન્હાના કામે નાસતા-ફરતાં આરોપી અનિલ ભીમજીભાઈ ધાંધલ (રહે. સરવઈ, વલ્લભીપુર બસ સ્ટેન્ડના દરવાજા પાસે રોડ પર ) ભુખરા રંગનું  પેન્ટ તથા લીલા આછા વાદળી કલરના ચોકડીવાળા આખી બાયનો શર્ટ પહેરીને ઉભો છે. જે બાતમી આધારે અનિલ  ભીમજીભાઈ ધાંધલ મળી આવતા તેને ગુન્હાના કામે ધોરણસર અટક કરવામાં આવેલ તેને વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ. 
આ કામગીરીમાં આરઆરસેલ સ્ટાફના ગંભીરસિંહ ચુડાસમા, જગદેવસિંહ ઝાલા, અરવિંદભાીઈ પરમાર તથા ડ્રાઈવર ગોપીદાન ગઢવી વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતાં. 

Previous articleલોલીયા પુલ પર કાર અડફેટે બાઈક ચાલકનું સ્થળ પર મોત
Next articleલાપતા થયેલા પુમા શો-રૂમના મેનેજરની ફલેટના પાણીના ટાંકામાંથી લાશ મળી