અમદાવાદમાં રવિવારે વાર્ષિક મોટીફ ચેરીટી વોક યોજાશે

908
guj1622018-1.jpg

૧૮ ફેબ્રુઆરીના રોજ ૧૬મી મોટીફ ચેરીટી વૉક ૨૦૧૮ અમદાવાદમાં યોજાશે. આ વૉકનો ઉદ્દેશ આરોગ્ય અંગે જાગૃતિ પેદા કરવા ઉપરાંત જાહેર સામેલગિરી દ્વારા ભંડોળ એકઠુ કરવાનો છે. એકઠુ કરાયેલ ભંડોળ પસંદગીની સ્વૈચ્છિક સંસ્થાઓને નામે સીધુ આપવામાં આવશે. 
આ  વૉક એલડી કોલેજ ઓફ એન્જીનિયરીંગથી શરૂ થશે અને ૪ કી.મી.ની વૉક તથા ૭.૫ કી.મી.ની દોડ યોજાશે. તેના રૂટમાં આવતા મુખ્ય વિસ્તારોમાં પીઆરએલ રોડ, એલડી આર્ટસ કોલેજ, આઈઆઈએમએ ફ્લાય ઓવર, એએમએ,  પાંજરાપોળ, પાસપોર્ટ ઓફિસ અને બી.કે. સ્કૂલ ઓફ મેનેજમેન્ટનો સમાવેશ થાય છે. ગુજરાત હરિજન સેવક સંઘ, સંવેદના ટ્રસ્ટ, તારા ફાઉન્ડેશન, ટીચ ટુ લીડ સહિત સ્વૈચ્છિક સંસ્થાઓ ચેરીટી વોકમાં સહયોગી રહેશે. 
મોટીફના સ્થાપક અને સીઈઓ કૌશલ મહેતા જણાવે છે કે અમદાવાદમાં શહેરમાં યોજાનારી અમારી ૧૬મી વાર્ષિક મોટીફ ચેરીટી વૉકમાં સામેલ થઈ કશુંક આપવાની ભાવનાને સાકાર કરો. આ વૉકમાં સ્કૂલ બેન્ડ, ડ્રમર, ડાન્સર્સ અને મોટીફના સ્વયં સેવકો જોડાશે અને એક અદ્દભૂત વાતાવરણ ઉભુ કરવા પ્રયાસ કરાશે. આપણે આ ઉમદા હેતુમાં જોડાનાર ૫,૦૦૦ લોકો સાથે સામેલ થઈએ અને સૌ સાથે મળીને તફાવત સર્જીશું.”
રૂ.૩૦૦ની રજીસ્ટ્રેશન ફી રાખવામાં આવી છે. રસ ધરાવનાર વ્યક્તિઓ બુકમાયશોડોટકોમ મારફતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ ઉપરાંત નીચેના સ્થળોએ પણ રજીસ્ટ્રેશન કરવામાં આવશે. આ સ્થળોમાં (૧) મોટીફ ઓફિસ- ૧ એ, વોલ સ્ટ્રીટ-૨, ગુજરાત કોલેજ નજીક (સવારે ૧૦ થી રાત્રે-૧૦) (૨) એલડી કોલેજ ઓફ એન્જીનિયરીંગ  ગ્રાઉન્ડ, સવારે ૮ થી ૧૦ અને સાંજે ૪ થી ૬ (૩) ગુલમહોર મોલ, સવારે ૧૧ થી રાત્રે ૯ સુધી અને હિમાલયા મોલ, સવારે ૯ થી રાત્રે ૧૧ સુધી). દરેક રજીસ્ટર્ડ થનાર વ્યક્તિએ આપેલા યોગદાનમાં મોટીફ રૂ.૩૦૦નો ઉમેરો કરશે અને રૂ.૧૦ લાખ સુધીની રકમ આપશે.
મોટીફ ચેરીટી વૉકની વર્તમાન એડિશનના મહત્વના સ્પોન્સરોમાં સ્પેક ઈન્ડિયા પ્રેઝન્ટીંગ સ્પોન્સર, સોફોસ, ટીટીઈસી પ્રિન્સિપલ સ્પોન્સરર છે. એનઓનીમસ પ્લેટીનમ સ્પોન્સર છે. ઈબે, આઈઆઈએફએલ, રિટેઈલ મી નોટ અને વાઘબકરી ડાયમંડ સ્પોન્સર છે, જ્યારે ખુશી, એમબીયન્ટ સોલ્યુશન, કોટક મહિન્દ્ર બેંક, મિડિયા કાફે ગોલ્ડ સ્પોન્સરર છે. 
આર્મીડા, ક્લેરીસ, ડો. જ્યોતિ અનિલ પરીખ, ઈન્ફોસ્ટ્રેચ, મેક માય ટ્રીપ અને સિમ્યુલેશન્સ સિલ્વર પાર્ટનર્સ છે. આદિત્ય બિરલા કેપિટલ, કન્ટ્રોલ કેસ, પેસ્ટ કન્ટ્રોલ એન્ટરપ્રાઈઝ, સફલ કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડ, સેવી સિધ્ધિ રિયાલિટી એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બ્રોન્ઝ પાર્ટનર છે.
મહત્વના એસોસિએટસ સ્પોન્સર્સમાં એનોનિમસ, એઓન ગ્લોબલ ઈન્સ્યોરન્સ બ્રોકર્સ પ્રા.લિ., એશિયન સ્પીચ એન્ડ હિયરીંગ ક્લિનીક, બ્લેઝનેટ લિ., દિવ્યજ્યોત સ્કૂલ, ઝેડ બ્લૂ લાઈફ સ્ટાઈલ ઈન્ડિયા લિ., ન્યુ અર્બુદા બિલ્ડર્સ, ક્યુએક્સ કેપીઓ સર્વિસીસ પ્રા.લિ., રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, રૂબીક ઈન્ફોટેક, શેખ ઈન્ફો, સુન્ઝી ફાર્મા પ્રા.લિ.નો સમાવેશ થાય  છે.
અમદાવાદ મિરર પ્રિન્ટ પાર્ટનર છે. આ સમારંભ એલડી કોલેજ ઓફ એન્જીનિયરીંગ અને રેડિયો મિર્ચીના સહયોગથી યોજાઈ રહ્યો છે. પાર્ટનર્સમાં ગેલન્સ, હેવમોર, રસના, વાઘબકરી ટી લોન્જ, ઝોમેટો અને ઝાયડસ હોસ્પિટલ્સનો સમાવેશ થાય છે.