યુથ હોસ્ટેલ દ્વારા શિયાળ બેટનો ટ્રેકીંગ પ્રોગ્રામ યોજાયો

1003
bvn2122018-7.jpg

ભાવનગરની વર્ષો જુની અને જાણીતી સહાસિક સંસ્થા યુથ હોસ્ટેલ દ્વારા તાજેતરમાં  શિયાળબેટ ખાતે ટ્રેકીંગ પ્રોગ્રામ યોજાયો હતો. જેમાં અનેક ઐતિહાસિક સ્થળો પર પરિભ્રમણ કરી કુદરતનો નિજ આનંદ માણયો હતો.
અબાલ વૃધ્ધ તેમજ સમાજ જીવનને સરળ તથા આદૃશ જીવનની વ્યાખ્યા તથા પ્રકૃતિનું જતન અને સ્વચ્છતા અભિયાનના પાઠ શિખવતી અને ભાવનગરમાં લગભગ ૩૮ વર્ષ પુર્વે સ્થપાયેલ સંસ્થા યુથ હોસ્ટેલ દ્વારા અવાર-નવાર રાષ્ટ્ર તથા લોકલ કક્ષાના ટ્રેકીંગ પ્રોગ્રામો આપવામાં આવે છે. આ પ્રોગ્રામ દ્વારા યુવાનોને સારી પ્રેરણા અને પ્રકૃતિનો વાસ્તવિક આનંદ પ્રાપ્ત થાય છે. આ સ/સ્થામાં સેવારત અનેક સાહસો વિરો જીંદગીના લાંબી મજલ કાપી ચુકયા છે. છતા નવ યુવાનોને શરમાવે તેવી શારિરીક માનસિક સ્ફુર્તિ ધરાવે છે અને તેમણે ખેડેલ – ખુંદેલ વનગડા-પહાડો સહિતના નિસર્ગના અનુભવનું ભાથુ આજની પેઢીને આપી નવ પ્રેરણાનું સિંચત કરે છે. 
ભાવનગર ખાતે યોજાતા લોકલ કક્ષાના પ્રોગ્રામમાં તાજેતરમાં ભાવનગરથી ૪૦ જેટલા સભ્યો વાહન મારફતે રાજુલાના પિપાવવા પોર્ટ સુધી પહોચ્યા હતાં. જયાથી સમુદ્રી સફટ હોન વાટે ઐતિહાસિક સ્થળ શિયાળ બેટ સુધી પહોંચી ભૌગોલિક સ્થિતિ, ગ્રામ્ય લોક જીવન તથા પુરાતની સ્થળો અબોહવા- પ્રાણી જગતને નજીકથી નિહાળ્યું હતું અને અત્રેની વિવિધતાને સમજવાનો પ્રયાસ કર્યો હતો. શિયાળબેટને અડીને આવેલ સવાઈ બેટસ્થિત પૌરાણિક સવાઈ પીરની દરગાહની પણ ટ્રેકર્સોઅને મુલાકાત લઈ ઈતિહાસથી અવગત થયા હતાં. જયા ભોજન વિરામ બાદ પુનઃ  તમામ લોકો દોડી વાટે ગોહિલવાડના રાજવંજશે સ્થાપીત  ચાંચ બંદર સ્થિત હવા મહેલની મુલાકાત  લીધીહ તી. જયાર પ્રાચીન સ્થાપત્યનું બાંધકામ  અને નવા અનુભવનું ભાથુ બાંધ્યું હતું. 
આ પ્રોગ્રામને સફળ બનાવવા પીઢ અને અનુભવી  ટ્રેકર્સ રમેશભાઈ અંધારીયા  તથા પક્ષીવીદ અબ્દુલભાઈ બિલખીયા જોડાયા હતા આ પ્રોગ્રામમાં તબીબી જગત સાથે સંકળાયેલા યુવા વર્ગ બેકર્સ વેપારીઓ તથા નિવૃત કર્મચારી બાળગણ સહિતના સાહસ વિરો જોડાયા હતાં.

Previous articleગૌભક્તો ગૌ માતાની વ્હારે
Next articleએસ.ટી.ઈન્કવાયરી પર ગાય માતાની મિટ !