ડિસા ખાતે ભારતીય એરફોર્સનું ફાઈટર બેઈઝ બનશે

806
guj2432018-7.jpg

પાકિસ્તાનની અવળચંડાઈને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં પાક. બોર્ડરને વધુ મજબૂત અને ધારદાર બનાવવાનો નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે અને બનાસકાંઠા જિલ્લામાં ડિસા ખાતે બોર્ડર પાસે ભારતીય એરફોર્સનો ફાઈટર બેઈઝ બનાવવામાં આવશે અને વડાપ્રધાનના નેતૃત્વમાં મળેલી સલામતિ અંગેની કેબિનેટ કમિટીએ આ દરખાસ્તને મંજૂરી આપી દીધી હતી.
ભારતની પિમી બોર્ડર પર એટલે કે ઉત્તર-પૂર્વ ગુજરાતમાં આઈએએફનું આ બેઈઝ ઉભું થશે તો તેનાથી પાકિસ્તાન સામે સેનાની તાકાત વધુ ધારદાર બનશે અને તેની ક્ષમતા વધી જશે તેવો સરકારનો વિશ્ર્‌વાસ છે. 
સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓએ નામ નહીં આપવાની શરતે હિન્દુસ્તાન ટાઈમ્સને એવી માહિતી આપી છે કે કેબિનેટ કમિટીએ આ માટે પ્રાથમિક ધોરણે રૂા.૧૦૦૦ કરોડના રોકાણને મંજૂરી આપી છે અને તેનાથી રન-વે વધારવામાં આવશે અને બીજી વહીવટી સુવિધાઓ ઉભી કરવામાં આવશે. ફાઈટર પ્લેનો માટે ખાસ જગ્યા બનાવવામાં આવશે. ડિસા એરપોર્ટને ૧૦૦૦ મીટરનો નવો રન-વે બનાવી દેવાશે જેથી હેલિકોપ્ટર લેન્ડ થઈ શકે અને વીવીઆઈપીની મૂવમેન્ટ આસાન થઈ શકે. આ પ્રોજેકટ વર્ષેાથી ધૂળ ખાઈ રહ્યો છે.
આ બેઝ બનવાથી બાડમેર અને ભૂજ એરબેઝ વચ્ચેનો ગેપ બૂરાઈ જશે અને સેનાની તાકાત પાકિસ્તાનની સામે વધુ ધારદાર બની જશે.
 જો કે ડિસા ખાતેના એરબેઝમાં કયા ફાઈટર વિમાનો રાખવામાં આવશે તે અંગે સંરક્ષણ મંત્રાલયે કોઈ માહિતી આપી નથી પરંતુ એમ કહ્યું છે કે આ નવા બેઈઝથી આઈએએફની એબિલિટી વધી જશે. ભારતના પિમી આકાશમાં કે બોર્ડર પર જો પાકિસ્તાન તરફથી કોઈ અવળચંડાઈ થશે તો તેનો આસાનીથી જડબાતોડ જવાબ આપી શકાશે. બે આઈએએફના પૂર્વ વડાઓએ પણ આ પ્રોજેકટને મહત્ત્વનો ગણાવ્યો છે અને એમ કહ્યું છે કે ડિસાનો બેઈઝ એક મહત્ત્વના ગેપને બૂરી દેશે એટલે કે નોર્થ અને વેસ્ટ વચ્ચેનો ગેપ બૂરાઈ જશે. બાડમેર નોર્થમાં છે અને ભૂજ-નલિયા વેસ્ટમાં છે. 
આ બેઈઝ એરફોર્સના ગાંધીનગર હેડકવાર્ટર ખાતે રહેલા સાઉથ વેસ્ટર્ન એરકમાન્ડ હેઠળ કામ કરશે અને ફલ લેજ ફાઈટર બેઈઝ તૈયાર કરવામાં આવશે. ઈન્ડિયન એરફોર્સની તાકાત ગુજરાતમાં પાક. સીમા પર વધી જશે તો તેનાથી ઘૂસણખોરીના પ્રયાસો પણ બધં થઈ જવાની આશા છે અને ઘણા બધા મોરચે ડિસાનો આ બેઈઝ એરફોર્સને કામ લાગશે.
 

Previous article પેટ્રોલિયમ પેદાશોને જીએસટીમાં સમાવવાનો નીતિન પટેલનો ઈન્કાર
Next article રાજ્યમાં બે કરોડથી વધુ લોકો ગરીબી રેખા નીચે