આવતીકાલ તા.ર૯ના રોજ જૈન સમાજના ર૪માં તિર્થકર મહાવિર સ્વામીની જન્મજયંતિ હોય તે પૂર્વે આજે બુધવારે સવારે જૈન યુવક દ્વારા દાદાસાહેબ દેરાસર ખાતેથી કાર અને બાઈક રેલી કાઢવામાં આવી હતી. આ રેલી કૃષ્ણનગર, વિદ્યાનગર, શાસ્ત્રીનગર તથા વિઠ્ઠલવાડી સહિત વિસ્તારના દેરાસરોએ ફરી પરત દાદાસાહેબ ખાતે ફરી હતી. આ રેલીમાં રપ ઉપરાંત કાર તેમજ ૧૦૦ જેટલા બાઈકોમાં યુવાનો જોડાયા હતા. આવતીકાલે સવારે મોટા દેરાસર ખાતેથી વિશાલ શોભાયાત્રા નિકળશે જે એમ.જી. રોડ થઈ મોતીબાગ, કાળાનાળા, સંત કંવરરામ ચોક, પરીમલ ચોક, કાળુભા રોડ થઈ દાદાસાહેબ દેરાસર પહોંચશે. આ શોભાયાત્રામાં જૈન સાધુ-સંતો તેમજ સમાજના લોકો મોટીસંખ્યામાં જોડાશે.



















