પાલક માતા-પિતા યોજનામાં બે નિરાધાર બાળકોને સહાય અપાવાઈ

917
guj432018-8.jpg

જાફરાબાદ ખાતે ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ બાલક્રિષ્ન સોલંકી એડવોકેટ દ્વારા ખારવા સમાજમાં અઘડીત બનાવ બની ગયેલ કે બે બાળકો માતા અને પિતા બન્ને ગુજરી ગયા હોય અને તે બાળકી ધ્રુવિકા ઉ.વ. માત્ર નવ માસ, પુત્ર શરદ ઉ.વ.૩ જેની જાણ બાલક્રિષ્નભાઈને થતા રૂબરૂ તેના નિવાસસ્થાને મુલાકાત લેતા દયાજનક દ્રશ્યો જોવા મળ્યા. બાળકોના માસીના ઘરે ઉછેર થતો જોયો અને છુટક મજુરી અને તે પણ મચ્છીની છુટી મજુરી કરી પાલન પોષણ કરતા હોય ત્યારે જ નક્કી કરી અને ગ્રાહક સુરક્ષા મંડળ સરકારની માતા-પિતા પાલક યોજનાની કાર્યવાહી શરૂ કરેલ અને તેના ફળ સ્વરૂપે રૂા. ૧ બાળકને ૩૦૦૦ લેખે બન્ને બાળકોના ખાતામાં રૂા.૬૦૦૦ જમા તા.ર૮-૩-ર૦૧૮ના રોજ થતા તે બન્ને બાળકો સાથે તેમના માસી બાવડી બહેન સાથે ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ બાલકૃષ્ણ સોલંકીને મળવા આવી આભાર વ્યક્ત કરેલ.

Previous articleહેલ્થ વર્કરોને કાયમી નિમણુંક આપવા કલેકટરને રજુઆત 
Next articleમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પૂણ્યતિથિ નિમિત્તે યુનિવર્સિટીમાં પુષ્પાંજલી કાર્યક્રમ