ભુંભલી ગામ નજીક રીક્ષા પલ્ટી ખાઈ જતા ૧૦થી વધુને ઈજા

853
bvn1642018-3.jpg

ભાવનગર નજીકના કોળીયાક દરિયેથી દર્શન કરી પરત રીક્ષામાં પરત રહેલા બાળકો સહિત ૧૦થી વધુ વ્યક્તિઓને રીક્ષા પલ્ટી ખાઈ જતાં નાની-મોટી ઈજાઓ થવા પામી હતી. જેમને ૧૦૮ સેવા દ્વારા સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડાયા છે.
પ્રાપ્ત વિગત મુજબ, કોળીયાક દરિયેથી દર્શન કરી પીયાગો રીક્ષામાં પરત ફરતા હતા તે વેળાએ ભુંભલી ગામ નજીક રીક્ષા ઝાડ સાથે અથડાયા બાદ પલ્ટી ખાઈ જતા રીક્ષામાં સવાર મેહુલ જાંબુચા ઉ.વ.૬, રોહીત જાંબુચા ઉ.વ.રર, મહેશ મકવાણા ઉ.વ.ર૦, સંગીતા મકવાણા ઉ.વ.૧ર, આશાબેન મોરી ઉ.વ.૧પ, ઘુઘાભાઈ, પ્રીયાબેન બારૈયા, નીતાબેન બારૈયા, જલ્પાબેન ડાભી, માયાબેન, ગાયત્રીબેન મોરી સહિતનાને નાની-મોટી ઈજાઓ થતા ઘોઘા ૧૦૮ અને સીટી-૪ની ૧૦૮ સેવા દ્વારા સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડાયા હતા.

Previous articleનેચરલ પાર્કના બંધ મકાનમાંથી રોકડ અને દાગીનાની તસ્કરી
Next articleલોકલાડીલા વિપક્ષી નેતાના વોર્ડમાં રૂા.૪૫ લાખના વિકાસ કાર્યોનો ખાતમર્હુત યોજાયા