સેકટર-૨૮માં સરકારી પ્રેસનાં મેદાનમાં જુગાર રમતા ૬ ઝડપાયા

665
gandhi23418-4.jpg

જિલ્લામાં વરલી તથા તીન પત્તીનાં જુગારનાં વધી રહેલા પ્રમાણ વચ્ચે ગાંધીનગર એલસીબી ટીમે સેકટર ૨૮માં સરકારી પ્રેસનાં ખુલ્લા મેદાનમાં દરોડો પાડીને ૬ જુગારીઓને દબોચી લીધો હતો. એલસીબી કચેરીથી પ્રાપ્ત વિગતોનુંસાર  સરકારી પ્રેસનાં મેદાનમાં જુગાર રમાઇ રહ્યો હોવાની બાતમીનાં આધારે દરોડો પાડીને સુરેશ છનાભાઇ દંતાણી, મુકેશ કરશન દંતાણી, ફૈજલખાન શેરખાન પઠાણ, નારણ માસ્તરભાઇ રાઠોડ, મહંમદ રફીક બાબભાઇ બ્લોચ તથા પ્રકાશ ભીખાભાઇ સોલંકીને રૂ.૨૩૨૦ ની રોકડ સાથે ઝડપી લઇને સેકટર ૨૧ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા પોલીસે  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Previous article ઉનાળામાં તરસ છીપાવવા એસટી તંત્રની બેદરકારી 
Next article વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના અધ્યક્ષ અશ્વિન ત્રિવેદી દ્વારા એવોર્ડ એનાયત