પાલિતાણા તાલુકા કાનુની સેવા સમિતિના માર્ગદર્શન નીચે પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રા.શાળાના શિક્ષક નાથાભાઈ એન ચાવડા દ્વારા રવિવારના રોજ કેદીઓના જીવનમાં પરિવર્તન આવે તે માટે ધસાઈને ઉજળા થઈએ તે અંતર્ગત વિવિધ પ્રવૃતિ કરવામાં આવે છે. ત્યારે આજરોજ રવિવારે એક અનોખી પ્રવૃતિ જેમાં તમામ કેદી ભાઈઓએ પોતાની જાતે દિવાળી કાર્ડ તૈયાર કરી પોતાના પરિવારમાં નવા વર્ષની શુભકામના પાઠવી હતી અને પોતાના જીવનમાં પણ પ્રકાશ પથરાઈ તેવી શુભકામના આ દિવાળી કાર્ડ દ્વારા પાકવવામાં આવી હતી. અને આ કાર્યક્રમના અંતે તમામ કેદી ભાઈઓને હળવો નાસ્તો પણ કરાવવામાં આવ્યો હતો અને પાલિતાણા કોર્ટના જજ બારોટે માર્ગદર્શન પુરૂ પાડયું હતું. અને મહેતાએ આ નવતર કાર્યને આવકાર્યુ હતું.



















