અલ્પેશ ઠાકોર આંદોલન કરવા ગયા હતા અને પાછા આવી ગયા : પરેશ ધાનાણી

950
guj29102017-17.jpg

ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ત્યારે કોંગ્રેસે પણ દરેક જિલ્લાઓમાં અને પ્રદેશમાં પોતાના નેતાઓને મેદાનમાં ઉતારી દીધા છે. કોંગ્રેસી નેતા પરેશ ધાનાણીએ હિમતનગરમાં કોંગ્રેસી કાર્યકરોને સંબોધ્યા હતા. કોંગ્રેસને જીતાડવા એકઝૂટ થઈ કામે લાગી જવા જણાવ્યું હતું. જો કે પરેશ ધાનાણી ભાંગરો વાટતા જાતિવાદનાં રાજકારણને પ્રોત્સાહન આપ્યું હોય તેવું નિવેદન કરી બેઠા હતા.
ઠાકોર સેનાના નેતા અને પોતાને ઓબીસી નેતા ગણાવતા અલ્પેશ ઠાકોર વિષે પૂછાતા કોગ્રેસ દ્વારા જ અલ્પેશ ઠાકોરને ઓબીસી આંદોલન કરવા પ્રમોટ કરાયા હોય તેવું જણાતું હતું. પરેશ ધાનાણીને પૂછવામાં આવ્યું કે અલ્પેશ ઠાકોર કોગ્રેસમાં જોડાયા તો કોગ્રેસને કેટલો ફાયદો થશે તો તેમણે જવાબ આપ્યો કે, “સુબહ કા ભૂલા શામ કો ઘર વાપીસ આ જાયે તો ઉસે ભૂલા નહિ કહતે.’’
તેમણે વધુમાં એવું પણ કહ્યું હતું કે, ‘અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જ હતા, થોડો ટાઈમ આદોલન કરવા ગયા હતા અને કામ પૂર્ણ થતા પાછા કોગ્રેસમાં જોડાઈ ગયા છે.’ આવી વાત કરતા સ્પષ્ટ સંકેત મળે છે કે કોંગ્રેસે જ અલ્પેશ ઠાકોરને દારૂબંધી ,યુવાનોને રોજગારી, ખેડૂતોના પ્રશ્નોને લઈ આંદોલન કરાવી મતોનું રાજકારણ કરવાનો કોંગ્રેસનો મનસુબો જાહેર થઇ ગયેલો  જોવા મળે છે.’ પાટીદારો હાલ ભાજપથી નારાજ થઈ કોંગ્રેસ તરફનો ઝૂકાવ જોવા મળી રહ્યો છે ત્યારે પૂછવામાં આવ્યું કે શું કોંગ્રેસ પાટીદારોને અનામત આપશે કે નહી તો પરેશ ધાનાણીએ ગોળ ગોળ જવાબ આપી કોઈપણ પ્રકારની સ્પષ્ટતા કરી નહોતી.

Previous articleરાહુલ ગાંધી ૩ નવેમ્બરે સાંજે સુરતમાં જંગી જાહેર સભા કરશે
Next articleહાર્દિકનું અલ્ટીમેટમ, ૩જી નવે. સુધીમાં પાટીદાર અનામત મામલે કોંગ્રેસ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે