ખેડૂતો ખુશખુશાલ : ગીર-સોમનાથમાં ટેકાના ભાવથી મગફળીની ખરીદી શરૂ

1162
guj1112017-1.jpg

રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી છે. ત્યારે ગીર-સોમનાથના ખંઢેરી અને કોડીનારમાં ખરીદી બંધ થતાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો. જે મામલે ખંઢેરી ખાતે ૨ હજારથી વધુ ખેડૂતોનું સમેલન યોજાયું હતું. જેમાં ખેડૂતોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. જોકે બાદમાં ખંઢેરી ખાતે ફરીથી ટેકાના ભાવે મગફરી ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. તો બીજી તરફ કોડીનારમાં પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી અટકી જતાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. અંતે કોડીનારમાં પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતાં ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. અને કોડીનારની સુગર ફેક્ટરી ખાતે ૩ કોમ્પ્યુટર દ્વારા ખેડૂતોનું રજીસ્ટ્રેશન હાથ ધરી મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે.

Previous article હાઇકોર્ટના સીટીંગ જજ તપાસ કરે : કોંગ્રેસ
Next article પડધરીમાં હાર્દિક-પાસના માણસોએ પ્રવેશ કરવો નહીંઃ પોસ્ટર થયા વાયરલ