સગીરાનું ફિલ્મી સ્ટાઈલથી વહેલી સવારે જલુંદ ગામેથી અપહરણ કરનારા ત્રણ ઈસમોની ધરપકડ

864
gandhi26122017-1.jpg

ગાંધીનગરના પેથાપુર જલુંદ ગામેથી તા. ૯ મી જાન્યુઆરી, ર૦૧૭ ના રોજ લાલ કારમાં વહેલી સવારે પાંચ વાગે અપહરણ થયેલાની ફરિયાદ દાખલ થયેલ જેમાં સગીર સાથે પ્રેમ સંબંધ હતો તે તેનો પ્રેમી તથા તેનો મિત્ર બનાવવા દિવસે તેના ઘરે ગામમાં જ હાજર મળી આવેલ હતો. ગામ લોકોએ અનેક વખત પુછપરછ કરતાં ગુમ થનાર સગીરા વિશે જાણતો નથી તેવું જણાવી શકદાર ગામમાં જ રહેતો હતો. 
આ અપહરણ બનાવની તપાસ દરમ્યાન પોલીસે અનેકવાર શકદાર જયદિપસિંહ શંકરસિંહ વાઘેલા તથા સિધ્ધરાજસિંહ ભૂપેન્દ્રસિંહ સોલંકીની તેમજ અન્ય શકદારોની વારંવાર પુછપરછ કરતાં કોઈ ગુન્હાને લગતી કડી મળી આવેલ નહી તથા સગીરા પણ મળી આવતી ન હતી. આ સગીરાના અપહરણ બાદ આઘાતમાં સગીરાની માતાનું મરણ પણ થયેલ હતું. 
આ દરમ્યાન સગીરાએ જયદિપસિંહ શંકરસિંહ વાઘેલા સાથે લગ્ન કરી લઈને ડીંગુચા ગામે જયદિપસિંહના મામાના ઘરે બંન્ને રહેવા લાગેલા અને વિદેશ જવાના પાસપોર્ટ અરજી કરતાં નવો મોબાઈલ નંબર મળી આવતા પોલીસ અઘિક્ષક વિરેન્દ્રસિંહ યાદવે તથા અધિક પોલીસ અઘિક્ષક વિજયકુમાર પટેલના માર્ગદર્શન નીચે સર્કલ પોલીસ ઈન્સપેકટર એલ. ડી. વાઘેલાએ આ તપાસ શરૂ કરતાં જયદિપસિંહ અને લગ્ન કરનાર સગીરાએ લગ્ન અંગેનું પ્રમાણપત્ર રજુ કરેલ હતું અને સગીરાને કોઈએ પોતાનું અપહરણ કરેલ નથી અને સ્વખુશીથી લગ્ન કરેલાનું જાહેર કરેલ તથા જયદિપસિંહ પોતે સગીરાને ભગાડેલ ન હતી તેવું જાહેર કરેલ. 
આ બાબતે ઉંડાણપૂર્વક તપાસ કરતાં તા. ૧પ મી સપ્ટેમ્બરના રોજ થયેલાનું ખુલવા પામેલ અને જન્મ તારીખ મુજબ લગ્ન સમયે ૧ઠ વર્ષ પુરા થતા ન હોઈ ગેરકાયદેસર રીતે સગીરા સાથે લગ્ન કરવા તથા ૧૧ માસ સુધી જુદી જુદી જગ્યાએ છુપાી રાખવા સબબ જયદિપસિંહની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા હકીકત જાહેર થયેલ કે જયદિપસિંહ તથા સિધ્ધરાજસિંહ તથા લક્ષ્મણસિંહ ઉર્ફે ભૂપેન્દ્રસિંહ ભેગા મળી કાવતરુ ઘડેલું જેમાં ભૂપેન્દ્રસિંહ વહેલી સવારે પાંચ વાગે કાર લઈને આવશે અને સગીરવયની છોકરીને ઘરેથી નીકળે એટલે કારમા બેસાડી દેજો પછી તમે બંન્ને ત્યાં ગામમાં જ રહેજો જેથી કોણ લઈ ગયું છે ?
તે વાત કોઈને ખબર ન પડે આવુ નકકી કરી ફિલ્મી સ્ટાઈલમાં પ્લાન મુજબ વહેલી સવારે પાંચેક વાગે અંધારામાં ભૂપેન્દ્રસિંહ નારદીપુરના ગોવિંદજી ઉર્ફે કાળુજી સાથે મારૂતિ અલ્ટો કાર સાથે લઈને આવી સગીરાનું અપહરણ કરી તેના સંબંધિના ઘરે પીલવાઈ ગામે મુકી આવેલ અને જુદી જુદી જગ્યાએ સગીરાને છુપાવીને રાખેલ અને ૧૮ વર્ષ પુરા થયા છે. તેમ સમજી જયદિપસિંહના અમદાવાદ ખાતે લગ્ન કરાવી દીધેલ અને વિદેશ જતા રેવા પાસપોર્ટ મેળવવા અરજી કરેલ. આ દરમ્યાન ગેરકાયદેસર લગ્નનો ભાંડો ફુટી જવા પામેલ. 
આ ગુન્હામાં સગીર વયની દિકરીને લલચાવી ફોસલાવી ગુન્હાહિત કાવતરુ ઘડી ફિલ્મી સ્ટાઈલે અપહરણ કરી જુદી જુદી જગ્યાએ સંતાડી રાખી તથા નાની ઉંમરમાં ગેરકાયદેસર રીતે લગ્ન કરવાના ગુન્હા હેઠળ ત્રણેય ઈસમોની ધરપકડ કરી રિમાન્ડ લઈને સાબરમતી જેલ હવાલે કરેલ છે. 

Previous articleધારાસભ્ય સી. જે. ચાવડાનું રાજપૂત સમાજ દ્વારા સન્માન
Next articleગાંધીનગરમાં કડકડતી ઠંડી : તાપમાનનો પારો ગગડયો