ભૂગર્ભ જળ મેળવવા માટે ખેડૂતો દ્વારા કરાયેલા બોર નકામા બન્યા પછી તેની કાળજી લેવાતી નથી અને ખૂલ્લા પણ મૂકી દેવાય છે. જેમાં પડી જવાથી નાના બાળકોના મત્યુ થવાના બનાવો બને છે.
આવા બનાવ અટકાવવા સુપ્રમિ ર્કોટે આપેલી માર્ગદર્શિકાના પગલે જાહેર સલામતી માટે બોર બનાવનાર ખેતર માલિકો, ખાનગી કે, સરકારી એજન્સીઓ, બોરવેલ-ટયુબવેલનું કામ કરનાર રીંગ માલિકો, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી તથા વીજળી કંપનીના અધિકારીઓ માટે સરકારે હુકમ બહાર પાડીને પરવાનગી વિના બોર નહીં કરવા આદેશ આપ્યો છે. ડ્રિલીંગ રીંગ ધરાવનાર વ્યકિત, સંસ્થા, એજન્સી, ખાનગી કે સરકારી હોય તેણે આ નિયમોનું ફરજિયાત પાલન કરવાનું છે. ડ્રિલીંગ રીંગની નોંધણી કરાવી હશે તેઓ જ ગાંધીનગર જિલ્લામાં કામગીરી કરી શકશે એજન્સીએ પોતાના સાઇન ર્બોડ અકસ્માત ઝોનનું નોટીસ ર્બોડ ડ્રિલીંગ કામગીરીના સ્થળ પર મુકવાનું રહેશે નોંધણી માટે ડ્રિલીંગ વ્હીકલની આરસી બુકની નકલ આપવાની રહેશે, આરટીઓના અધિકારીએ આવા વાહનોની નોંધણી કલેટકર કચેરીમાં થયેલી ન હોય તો તેનું રજીસ્ટ્રેશન કરવાનું નથી.
હાલમાં જે રીંગ વાહનો આરટીઓની કચેરીમાં રજીસ્ટ્રેશન થયેલા છે. તે તમામ વાહનોના માલિકોને સુચના આપી ૩૦ દિવસમાં ડીઝાસ્ટર શાખામાં રજીસ્ટ્રેશન કરાવવા જણાવવા તથા જે ખેતરમાં નિષ્ફ્ળ ગયેલા બોર ખુલ્લા હોય અને તેમાં નાના બાળકો પડી જાય તેવા હોય તે અંગેની જાણ તલાટી-મામલતદાર-તાલુકા વિકાસ અધિકારીને તાત્કાલિક કરવા પણ ખેડૂતોને આદેશ અપાયો છે.



















