પસ્તી થી પુસ્તક સુધીનું મહાઅભિયાનનો આરંભ

697
bvn1042018-6.jpg

પ્રકૃતિ અને માનવ સેવા માટે પ્રખ્યાત એવી અર્હમ સેવા ગ્રુપ ભાવનગરના ઉપક્રમે પસ્તી થી પુસ્તકનું મહાઅભિયાન-૬નો ગ્રુપ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે.
આપણા સાંપ્રત સમાજના અત્યંત ગરીબી રેખા નીચે જીવન પસાર કરતા અને આવા પરિવારોના બાળકો શિક્ષણ મેળવવા માટે ભારે સંઘર્ષ કરી રહ્યાં છે તેવા બાળકોને શૈક્ષણિક સહાય મળે તેવા ઉદ્દેશ્ય સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ પસ્તી સે પુસ્તક રદ્દી દાનથી શિક્ષાનું મહાઅભિયાન-૬નો ગત તા.૧-૪-ર૦૧૮થી પ્રારંભ થયો છે. જે આગામી તા.૧-પ-ર૦૧૮ સુધી ચાલશે. જેમાં અર્હમ યુવા સેવા ગ્રુપના સભ્યો લોકો પાસેથી રદ્દી, પસ્તી, પુઠા એકઠા કરી તેનું વેચાણ કરી જરૂરીયાતમંદ બાળકોને પાઠ્યપુસ્તકો તથા અન્ય શૈક્ષણિક સહાય અર્પણ કરશે. આ મહાઅભિયાનમાં સહભાગી થવા માટે સંપર્ક કરો મો.૯૮૯૮૭૭૮રરર તથા ૯૩ર૮૯૩૬ર૬૩. અર્હમ યુવા સેવા ગ્રૃપના ૨૫ જેટલા સભ્યો આ મહા અભિયાન હેઠળ શહેરના પ્રત્યેક વિસ્તારોમાં ફરીને પસ્તીઓ એકત્ર કરશે ત્યારબાદ તેનું વેચાણ કરશે અને તેમાં પ્રાપ્ત થયેલા નાણા થકી પાઠ્યપુસ્તકો સ્ટેશનરી, ગણવેશ, સહિતની ખરીદી કરશે.

Previous articleકલ્પસર અંગે પ્રબુધ્ધ ગોષ્ઠી યોજાઈ
Next articleબહેનોને રોજગારી મળે તેવા હેતુથી તાલીમ કેન્દ્રનો કરાયેલો શુભારંભ