ભાવનગર આર.આર. સેલની ટીમએ જેસર તાબેના શેવડીવદર ગામની સીમમાં દરોડો પાડી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી સાથે એક શખ્સની ધરપકડ કરી હતી.
સમગ્ર બનાવ અંગે પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર રેન્જ આર.આર. સેલની ટીમ જેસર તાલુકાના શેવડીવદર ગામની સીમમાં પૂર્વ માહિતી આધારે દરોડો પાડી લસણીયાગાળા તરફ જવાના રોડ પર ડુંગરના ગાળામાં નરવણ ભાવુ ગોહિલ ગેરકાયદે દેશી દારૂ બનાવી વેચાણ કરતો હોવાનું ફલીત થતા અખાદ્ય ગોળમાંથી બનાવેલ દેશી દારૂનો આથો પ૦ ડબ્બા તથા અન્ય સાધન સામગ્રી મળી કુલ રૂા.ર૩પ૦નો મુદ્દામાલ કબ્જે કરી આથાનો સ્થળ પર નાશ કરી નાસી છુટેલ આરોપી નરવણ ગોહિલ વિરૂધ્ધ જેસર પો.સ્ટે.માં ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.



















