જનતાનો ચુકાદો શીરોમાન્ય : હીરાભાઈ

716
guj20-12-2017-6.jpg

હાર, જીત તો થયા કરે હીરાભાઈ સોલંકીની જનતાને જ્યારે જરૂર પડે ત્યારે અડધી રાતનો હોંકારો બની ઉભો રહીશ. સરકાર તો આપડી જ છે ને. ર૦-ર૦ સુધી મને સાથે રાખી ત્રણ તાલુકાની જનતાએ હુંફ અને પ્રેમ આપ્યો તેને હું જીંદગીપર્યત નહીં ભુલું આ તો પ્રજાનો જનાદેશ માન્ય રાખવો જ પડે. કોઈએ ક્યાય મુંજાવાનું નથી.
૯૮ વિધાનસભા બેઠકના ભાજપના કદાવર નેતા અને ર૦-ર૦ વર્ષથી રાજુલા-જાફરાબાદ-ખાંભાની જનતાએ મને ખુબ હુંફ અને પ્રેમ આપ્યો છે તે હું જીંદગીપર્યત નહીં ભુલુ આ ચૂંટણી આપડો રાષ્ટ્રીય મહા મહોત્સવ છે. તેમાં હાર-જીત તો થયા કરે છે. તેમાંય મે કોઈ દિવસ જ્ઞાતિ-જાતિના ભેદભાવો રાખ્યા નથી કે નથી કોઈ સમાજને દુઃખ થાય કે તે સમાજની લાગણી દુભાઈ તેવા કોઈ દિવસ નિવેદન પણ નથી કર્યા અને કરીશું પણ નહીં અને રાજુલા જાફરાબાદ ખાંભાની જનતાએ મને ખૂબ-ખૂબ ખોબલે ખોબલે મતો આપી પેટીયુ છલકાવી છે પણ ક્યાંય ને ક્યાંય જનતા તરફી ધ્યાન અ અપાતા અમને જનતાએ તે ધ્યાન દોર્યુ છે અને સરકાર હજુ આપડી જ છે. હું જનતા થકી જ છું અને ત્રણેય તાલુકાની જનતા મને અડધી રાત્રે કહેશે તો હોંકારો નહીં પણ તેનું કામ કરવા કમરકસી સેવા કરીશ અને ખાસ જનતાનો ચુકાદો શિરોમાન્ય છે અને જીતેલા અમારા મિત્રો સાથે મળી ત્રણેય તાલુકાના વિકાસને વેગ આપીશું. કોઈપણ વ્યક્તિ વેર, ઝેર રાખ્યા વિના ભાઈચારાથી વર્તી આવનાર સમયમાં બીજાને પ્રેરણાદાયક હારજીતના સંબંધો કેવા ગાઢ બને છે તે સાબીત કરવા કોશિષ કરીશું તેમ અંતમાં હીરાભાઈએ જણાવેલ.

Previous article રાજુલા કોંગ્રેસ કાર્યાલયે અંબરીશભાઈ ડેર દ્વારા અભિવાદન સમારોહ યોજાયો
Next article સરકારની શપથવિધિની તડામાર તૈયારીઓ : ગુજરાતનો નાથ કોણ ?