ત્રણ અલગ અલગ ગામો, ચાર સ્થળો પર ચોરી, તસ્કરો પોલીસને જડતા નથી

668
bvn832018-10.jpg

સિહોર પંથકમાં હવે તસ્કરો હદ વટાવી રહ્યા છે દિવસે દિવસે બેખોફ બની રહ્યા છે હજુ બે દિવસ પહેલા શહેરના પોષ ખાડિયા વિસ્તારમાં મકાનોમાં ચોરીનો બનાવ બનવા પામ્યો હતો ત્યારે વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો છે. પોલીસ વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. લોકોમાં દિવસે ને દિવસે ચોરીના બનાવને લઈ પોલીસ તંત્ર સામે રોષ પ્રબળ બનતો જાય છે. તસ્કરો હવે શહેરથી લઈ હવે ગ્રામ્ય સુધી પહોચ્યા છે આજે સિહોર પંથકના ત્રણ ગામો કે વડિયા ઉસરડ અને પીપરલા ગામોમાં તસ્કરોએ ખેપ મારી છે અને અલગ અલગ સ્થળો પર ચોરી કરીને પોતાના કસબ અજમાવ્યા છે પોલીસ માત્ર તમાશો જોઈ રહી છે. પોલીસ કોઈ નક્કર કામગીરી કરે તેવુ લોકો ઈચ્છી રહ્યા છે. આ ચોરીના બનાવમાં ત્રણ દુકાન એક મકાન અને ઓટો રીક્ષામાંથી ટેપની ચોરી કરીને અલગ અલગ ચીજ વસ્તુઓ સાથે તસ્કરો નાસી છુટ્યા હતા.

Previous articleરાજકોટની ગુમ થયેલી બે સગીરાને શોધી કાઢતી ગઢડા પોલીસ
Next articleચોરાઉ બાઈક સાથે એક ઝડપાયો